ગીરની જ્વાળા દાહોદને દઝાડશે ? 166 દીપડાઓ પર વાયરસનો ભય

Dahod - ગીરની જ્વાળા દાહોદને દઝાડશે ? 166 દીપડાઓ પર વાયરસનો ભય

ગીર અને દલખાણીયા રેંજમા કુતરા, ભુંડ અને શિયાળ જેવા પ્રાણીઓના શિકારને કારણે ફેલાયેલા વાયરસથી 23 સિંહોના મોત થયા છે. આ માટે 45 રેન્જમાં 600 સિંહોનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે. જોકે, દાહોદ જિલ્લામાં 166 દીપડાનો વસવાટ હોવા છતાં અહીં સાવચેતીના કોઇ જ પગલાં લેવાયા નથી. અહીં પણ દીપડા શિયાળ, કુતરા અને ભુંડ ઉપર જ નભતા હોવાથી આ વાયરસ ફેલાઇ શકે તેવું કહેવામાં અતિશયોક્તિ નહીં થાય.

દાહોદ જિલ્લો 3,58,277 હેક્ટરમાં ફેલાયેલો છે. જિલ્લાના આ કુલ વિસ્તારનો 23.04 ટકા વન વિસ્તાર ધરાવે છે. દાહોદ જિલ્લામાં રતનમહાલ અભ્યારણના 44 મળીને કુલ 166 દીપડા વસવાટ કરી રહ્યા છે. ગીર અને દલખાણીયામાં કુતરા, શિયાળ અને ભુંડના મારણ બાદ તેમાંથી ફેલાયેલા જોખમી વાયરસને કારણે 23 સિંહોના મોત થતાં રાજ્ય સરકારે અમેરિકાથી રસી મંગાવી છે.

દાહોદના વન વિસ્તારમાં દીપડાઓનું મારણ ઘટ્યું હોવાથી તેઓ પણ કુતરા, ભુંડ અને શિયાળના આશરે જ છે અને ખોરાકની શોધમાં તેઓ અવારનવાર માનવ વસ્તીમાં આવીને હુમલા કરતાં તેના કારણે માનવ અને દીપડાઓ પાછલા કેટલાંક સમયમાં વચ્ચે ઘર્ષણ વધ્યુ હોવાનું પણ જોવા

…અનુ. પાન. નં. 2

ભુખ ભાંગવા માણસો-પશુઓ ઉપર હુમલા

30 માર્ચ 2017 ચેનપુરમાં ખેતરે ગયેલા યુવક પર હુમલો

9 એપ્રિલ 2017 ચીલાકોટમાં ઘરની રખેવાળી કરતી વૃદ્ધા ઉપર હુમલો

26 ડિસે. 2017 નાકટીમાં ખેતરમાં કામ કરતી મહિલા ઉપર હુમલો

27 માર્ચ 2018 પરપટામાં ઢોરો ચરાવતી મહિલા પર હુમલો

9 એગષ્ટ 2018 ભથવાડામાં કુદરતી હાજતે ગયેલા યુવક ઉપર હુમલો

19 જાન્યુ. 2018 બે દિવસમાં બે મહિલા અને 1 પુરૂષ મળી ત્રણ ઉપર હુમલા

15 સપ્ટે. 2018 પાણીવેલા બે દિવસમાં સાત પશુનું મારણ

એકલદોકલ રહેતાં હોવાથી સંભાવના નથી

કુતરા અને ભુંડના મારણ બાદ તેમનામાંનો આ વાયરસ સિંહો પરિવાર સાથે રહેતાં હોવાથી વધુ ફેલાય છે. અહીં પણ દીપડા કુતરા, ભુંડ, શિયાળ અને કોઇ વખત ઢોરોનો શિકાર કરે છે. દીપડા એકલ દોકલ રહે છે જેથી વાયરસ ફેલાવાની સંભાવના નથી. કોઇ કાર્યવાહી માટે હાલ સુધી આ માટે ઉચ્ચ કક્ષાએથી કોઇ સુચના આવી નથી.જનકસિંહ ઝાલા, ડીએફઓ,દાહોદ

શિકારની શોધમાં બે કૂવામાં પડ્યા

18 ફેબ્રુ. 2018 ધાનપુરમાં શિકારની શોધમાં કુવામાં પડતાં રેસ્ક્યુ

13 ફેબ્રુ. 2018 હરખપુરમાં ભુંડનો શિકાર કૂવામાંથી કાઢવા રેસ્ક્યુ

શિકારની શોધમાં ત્રણે જીવ ગુમાવ્યાં

16 ફેબ્રુ. 2018 શિકારની શોધમાં આવતાં બોરવાણી નજીક ટ્રેન અડફેટે મોત

16 જુલાઇ 18 મોઢવામાં શિકારની શોધમાં કૂવામાં પડ્યા બાદ મોત

27 જુન 2018 બામરોલીમાં શિકારની શોધમાં કુવામાં પડ્યા બાદ મોત

જીવલેણ વાયરસથી 23 જેટલા સિંહોના મોત થયા હતાં

દીપડાઓની દયનિય દહાડ, અમને પણ સાચવો

669માંથી 454 ગામો વન આચ્છાદિત

દાહોદ જિલ્લો 3,58,277હેક્ટરમાં ફેલાયેલો છે. જિલ્લાના આ કુલ વિસ્તારનો 23.04 ટકા વન વિસ્તાર ધરાવે છે. દાહોદ જિલ્લાના 14488 હેક્ટરમાં ફેલાયેલા દેવગઢ બારિયા તાલુકામાં 86 ગામો આવેલા છે. તેમાંથી રતનમહાલ રીછ અભ્યારણ સહિત 62 ગામો વન વિસ્તાર ધરાવે છે. તેવી જ રીતે 17,856 અનુહેક્ટરમાં ફેલાયેલા લીમખેડા તાલુકાના 182 ગામોમાંથી 118 ગામ, 19,160 હેક્ટરમાં ફેલાયેલા ધાનપુર તાલુકાના 90 ગામમાંથી 84 ગામ, 4422 હેક્ટરમાં ફેલાયેલા ગરબાડા તાલુકાના 34 માથી 19 ગામ વન આચ્છાદિત છે. 12366 હેક્ટરમાં ફેલાયેલા દાહોદ તાલુકામાં 85 ગામ આવેલા છે તેમાંથી 47 ગામો વન વિસ્તાર ધરાવે છે. 15565 હેક્ટરમાં ફેલાયેલા ઝાલોદ તાલુકાના 150 ગામોમાંથી 91 અને 4066 હેક્ટરમાં ફેલાયેલા ફતેપુરા તાલુકાના 96 ગામોમાંથી 33 ગામો વન વિસ્તાર ધરાવે છે.


Related News

Comments are Closed

%d bloggers like this: