ગાર્ડ ઓફ ઓનર:બિહાર ચૂંટણીમાં ફરજ દરમિયાન દાહોદના BSF જવાનનું અકસ્માતમાં મૃત્યુ, વતનમાં અંતિમ સંસ્કાર, નાની સીમલખેડી ગામ હિબકે ચઢ્યું

દાહોદએક કલાક પહેલા

  • કૉપી લિંક

દાહોદના BSF જવાનના પાર્થિવ દેહને વતન લવાયો

  • અકસ્માતમાં જવાનના મૃત્યુને પગલે પરિવાર અને ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું

બિહારમાં ચૂંટણી કામગીરીની ફરજ પર ગયેલા દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના નાની સીમલખેડી BSFના જવાનનું અકસ્માતમાં મૃત્યુ થયું હતું. જેથી આજે જવાનના પાર્થિવ દેહને વતન નાની સીમલખેડી ખાતે લાવવામાં આવ્યો છે. જ્યાં તેને ગાર્ડ ઓફ ઓનર આપીને અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

રોડ અકસ્માતમાં જવાનનું મૃત્યુ થતાં પાર્થિવ દેહ વતન લવાયો
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના નાની સીમલખેડી ગામનો યુવાન રમેશભાઇ સોમાભાઇ કિશોરી BSFમાં ફરજ બજાવતો હતો. આ દરમિયાન બિહાર ચૂંટણીમાં ફરજ બજાવવા માટે ગયો હતો. જ્યાં એક રોડ અકસ્માતમાં તેનું મૃત્યુ થયું હતું. જેથી BSFના અધિકારીઓ આજે સન્માન સાથે તેના પાર્થિવ દેહને લઇને તેના ગામ નાની સીમલખેડી ખાતે પહોંચ્યા હતા. આ વખતે આસપાસના ગામોના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

જવાનના પાર્થિવ દેહને વતન લવાતા અંતિમ દર્શન માટે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા

જવાનના પાર્થિવ દેહને વતન લવાતા અંતિમ દર્શન માટે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા

ગાર્ડ ઓફ ઓનર આપીને જવાનના અંતિમ સંસ્કાર કરાયા
ઝાલોદ તાલુકાના નાની સીમલખેડી ગામમાં અકસ્માતમા મૃત્યુ પામનાર જવાનને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું અને ત્યાર બાદ જવાનના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

જવાનના અકસ્માતમાં મૃત્યુને પગલે ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું

જવાનના અકસ્માતમાં મૃત્યુને પગલે ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું

પરિવાર અને ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું
દાહોદના નાનકડા ગામના જવાનનું અકસ્માતમાં મૃત્યુ થતાં પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે અને દેશ સેવા કરી રહેલા જવાન પ્રત્યે પ્રેમ અને આદર ધરાવતા નાની સીમલખેડી ગામમાં માતમ જોવા મળી રહ્યો છે.

રોડ અકસ્માતમાં તેનું મૃત્યુ થતાં જવાનના પાર્થિવ દેહને વતનમાં લવાયો

રોડ અકસ્માતમાં તેનું મૃત્યુ થતાં જવાનના પાર્થિવ દેહને વતનમાં લવાયો


Related News

Comments are Closed

%d bloggers like this: