ગાઈડલાઈનના ઉલ્લંઘન: દાહોદમાં કોરોનાના કેસ ઘટ્યાં પરંતુ સંક્રમણનો ભય યથાવત
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ3 કલાક પહેલા
- કૉપી લિંક
કોરોના ગાઈડલાઈનના ઉલ્લંઘનકર્તાઓ સામે કડકાઈ જરૂરી
કોરોનાની ગાઈડલાઈનને લઈને લાંબા સમય બાદ વ્યવસાય ખોલવાની છૂટ મળ્યા બાદ દાહોદના બજારોમાં ભરચક ભીડ સાથે ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળે છે.આરંભિક કડક લોકડાઉન બાદ નવી ગાઈડલાઈન આવતા તા.21મેથી તા.4 જૂન સુધી સવારથી બપોરે 3 સુધી તમામ વ્યવસાયો ખોલવા માટેની સરકારી જાહેરાત થતા હવે તમામ વેપાર ખુલી જવા પામ્યા છે.
ત્યારે મે માસના અંતિમ શનિવારે દાહોદમાં મોટી સંખ્યામાં વિવિધ કામે નીકળેલ લોકો પૈકી અનેક લોકો માસ્ક કે સોશિયલ ડિસ્ટન્સની કોરોના ગાઈડલાઈનના ઉલ્લંઘન સાથે જોવા મળતા ઠેકઠેકાણે ટ્રાફિકજામ સાથે ભીડ નોંધાઈ હતી. અને જિલ્લામાં માંડમાંડ ઘટી રહેલું સંક્રમણ ફરી ન નોંધાય તે બાબતે તંત્ર વધુ સતર્ક બનીને ગાઈડલાઇનનું પાલન નહીં કરનાર સામે કડક પગલાં ભરવામાં આવે તેમ લાગણી વહી રહી છે.
શનિવારે નવા 6 કોરોના સંક્રમિતો નોંધાયા ત્રણ દિવસમાં કુલ 21 કેસ આવતાં રાહત
દાહોદ જિલ્લામાં શનિવારે કોરોનાના નવા 6 કેસ નોંધાયા હતા. નવા કેસ પૈકી દાહોદ શહેરના 5 અને ઝાલોદ ગ્રામ્યનો 1 નવા સંક્રમિત નોંધાયા હતા. હતા. સાજા થયેલા 38ને ડિસ્ચાર્જ કરાયા છે. ઉલ્લેખનીય છે કે 3 દિવસમાં દાહોદ જિલ્લામાં દાહોદ શહેરના 8 સાથે કુલ મળીને માત્ર 21 કેસ જ નોંધાયા છે.આમ, ઉત્તરોત્તર સતત કેસ ઘટતા જિલ્લામાં લોકોમાં રાહત ફેલાઈ છે.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed