ગર્વ: દાહોદની વિદ્યાર્થિનીએ શૂટિંગ સ્પર્ધામાં ચાર ગોલ્ડ મેડલ મેળવ્યા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક

રાજ્યકક્ષાની ગુજરાત સ્ટેટ ટ્રેપ એન્ડ ડબલ ટ્રેપ શૂટિંગ ચેમ્પિયનશિપ કોમ્પિટીશનમાં દાહોદની વિદ્યાર્થીનીએ ચાર ગોલ્ડ મેડલ સાથે અગ્રીમ ક્રમ મેળવી રાજ્યકક્ષાએ ભવ્ય સફળતા મેળવી છે. દાહોદની યેશાયા કોન્ટ્રાક્ટરને જુનિયર, અન્ડર-16, ઓપન અને મહિલા એમ ચાર કેટેગરીમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયો છે.

ગત સપ્તાહે આયોજિત 39 મી ગુજરાત સ્ટેટ શૂટિંગ ચેમ્પિયનશિપમાં મહિલાઓમાં અનેક સ્પર્ધકો પૈકી અગાઉ પણ આ ક્ષેત્રે અનેક એવોર્ડ વિજેતા રહી ચુકેલી દાહોદની સેન્ટ મેરી સ્કુલની વિદ્યાર્થીની યેશાયા હાફિજ કોન્ટ્રાક્ટરે પ્રથમ ક્રમાંક સાથે સુવર્ણ ચંદ્રક મેળવી દાહોદનું નામ રાજ્ય કક્ષાએ રોશન કર્યું છે. તો સાથેસાથે દાહોદના હાફિજ કોન્ટ્રાકટર, ચિંતન પટેલ, ઉદય અમીનની સાવલી તાલુકા રાઈફલ ઐસો.ની ટીમને પણ સમુહની સ્પર્ધામાં ગોલ્ડમેડલ પ્રાપ્ત થયો છે.


Related News

Comments are Closed

%d bloggers like this: