ગરબાડા તાલુકામાં એક જ પરિવારના ચાર સહિત છ કોરોના પોઝિટિવ, 13 કેસ એક્ટિવ

  • તાલુકાની 5 પીએચસીમાં લેવાયેલા 45 રેપિડ ટેસ્ટમાં 4 અને રેગ્યુલરના 2 મળી 6 પોઝિટિવ

દિવ્ય ભાસ્કર

Aug 08, 2020, 04:00 AM IST

ગરબાડા. ગરબાડા તાલુકામાં લોકડાઉન બાદ અત્યાર સુધીમાં કુલ 24 જેટલા કોરોનાના કેસ આવ્યા હતા. જેમાં ગરબાડા સીએચસીમાં 5 પીએચસી મિનાકયાર, જાંબુવા, ઝરીબુજર્ગ, પાંચવાડા અને ગાંગરડી મળી કુલ 45 જેટલા રેપિડ ટેસ્ટ લેવાયા હતા. જે પૈકી શુક્રવારના રોજ ગરબાડાના બસ સ્ટેન્ડ વિસ્તારમાં રહેતા શંકરભાઈ હરિલાલ પ્રજાપતિ, ચેતનાબેન શંકરભાઈ પ્રજાપતિ, ઉર્વશીબેન શંકરભાઈ પ્રજાપતિ તથા ધર્મેશભાઈ શંકરભાઈ પ્રજાપતિ મળી એક જ પરિવારના કુલ ચાર અને રેગ્યુલર લેવાયેલા સેમ્પલમાંથી કુંભારવાડાના છગનભાઈ માનસિંગભાઈ પ્રજાપતિ, જેસાવાડાના નિખિલ નરેશભાઈ ચૌહાણ કોરોના પોઝિટિવ આવતા સમગ્ર પંથકમાં હડકંપ સાથે ચકચાર મચી જવા પામી હતી.

જ્યારે સમગ્ર બસ સ્ટેશન વિસ્તાર સ્વયંભૂ જ બંધ થઈ ગયો હતો અને તાલુકા આરોગ્ય તંત્ર દ્વારા પોઝિટિવ આવેલ વ્યક્તિઓને દાહોદ ઝાયડસ ખાતે રીફર કરવામાં આવ્યા હતા. તેમજ સમગ્ર બસ સ્ટેશન વિસ્તારને કન્ટેઇમેન્ટ ઝોન જાહેર કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી અને તેમની ટ્રાવેલ હિસ્ટ્રી બાબતે પૂછપરછ કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં 11 જેટલા દર્દીઓ સાજા થતાં તેમને રજા આપવામાં આવતા હવે 13 કેસ એક્ટિવ છે.






Related News

Comments are Closed

%d bloggers like this: