ગરબાડા ચોકડી ઉપર 2 બાઇકના અકસ્માતમાંં ચાલકોને ઇજા

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • દાહોદના ખાનગી દવાખાને સારવાર માટે લઇ જવાયાં

ગરબાડા તાલુકાના ગુંગરડી ગામના તળાવ ફળિયામાં રહેતા ખેમચંદભાઇ જોખાભાઇ ભાભોર તા.3જીના રોજ જીજે-20-એએમ-6170 નંબરની બાઇક ઉપર દાહોદથી પોતાના ઘરે જતા હતા. તે દરમિયાન ગરબાડા ચોકડી નજીક બાઇકના ચાલક વડવા ગામના કલ્પેશભાઈ ખુમાભાઇ બારીયાએ પોતાનું વાહન ગફલતભરી રીતે હંકારી લાવી ખેમચંદભાઇની બાઇકને ટક્કર મારી હતી. અકસ્માતમાં બન્ને બાઇક ચાલકોને ઇજા થઇ હતી.

બન્ને ઇજાગ્રસ્તોને દાહોદના ખાનગી દવાખાને સારવાર અર્થે લઇ જવામાં આવ્યા હતા. આ સંદર્ભે વાલાભાઇ જોખાભાઇ ભાભોરે ગરબાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

0


Related News

Comments are Closed

%d bloggers like this: