ગરબાડામાં મેઘો રીઝ્યો, દાહોદમાં માત્ર સામાન્ય છાંટા

  • ધાનપુર તાલુકામાં અડધો કલાક ધોધમાર વરસાદ વરસ્યો

દિવ્ય ભાસ્કર

Jul 26, 2020, 04:00 AM IST

દાહોદ. જિલ્લામાં શનિવારે ધાનપુર અને ગરબાડા તાલુકામાં ધોધમાર વરસાદથી ખેડુતોમાં આનંદની લાગણી છવાઇ હતી. જ્યારે દાહોદ શહેરમાં બપોરના સમયે માત્ર સામાન્ય છાંટા બાદ વરસાદ ગાયબ થઇ ગયો હતો. દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકામાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદ હાથ તાળી દેતો હોય તેવું લાગતું હતું. વરસાદ દર્શન દઈને જતો રહેતો હોય જેથી ખેડૂતોમાં ચિંતાના વાદળો ઘેરાયા હતા અને મકાઈ જેવા પાક સારો એવો ઉછરી પણ ગયો હતો.

સામાન્ય છાંટા બાદ મેઘરાજા આકાશમાં અદ્રષ્ય થઇ ગયા
જિલ્લામાં કેટલા સમયથી અસહ્ય ગરમી અને બફારો અનુભવાયો હતો અને વરસાદની જરૂરિયાત હતી. ત્યારે ધાનપુર તાલુકામાં આજરોજ અડધો કલાક જેટલો વરસાદ ખાબકતા ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ ગઈ વરસાદ પડતા ખાબોચિયા તેમજ ક્યારાઓમાં પાણીનો સંગ્રહ પણ થયો હતો. છેલ્લા કેટલાક દિવસથી ખેડૂતો વરસાદની રાહ જોતા હતા અને ડાંગરનો ધરૂની રોપણી કરવા માટે વરસાદની સખત જરૂર હતી ત્યારે આજરોજ વરસાદ વરસતા ખેડૂતોને રાહત થઇ હતી. ગરબાડામાં પણ એક કલાક સુધી વરસાદ વરસ્યો હતો જ્યારે દાહોદ શહેરમાં બપોરના સમયે સામાન્ય છાંટા બાદ મેઘરાજા આકાશમાં અદ્રષ્ય થઇ ગયા હતાં.


Related News

Comments are Closed

%d bloggers like this: