ગત વર્ષના 139મા ક્રમેથી દાહોદ પાલિકા આ વર્ષે દેશમાં 21મા ક્રમે

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • દાહોદ નગર પાલિકાએ 6 હજારમાંથી 3845.85 ગુણ મેળવ્યા
  • રાજ્યસ્તરે પ્રથમ ક્રમાંકે આવેલા પેટલાદ કરતાં દાહોદ માત્ર 7.5 માર્ક્સ જ પાછળ રહેતાં દ્વિતીય ક્રમે આવ્યું

સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત તા.20 ઓગસ્ટ 2020ના રોજ જાહેર થયેલ સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત ગુજરાતના છેવાડે આવેલ દાહોદને 3845.85 ગુણ મળતાં તેને રાજ્ય સ્તરે દ્વિતીય ક્રમાંક મળ્યો હતો.

ગત વર્ષે 15 મા રેન્કે હતું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રવ્યાપી વાર્ષિક સર્વેક્ષણની પાંચમી એડિશન સ્વચ્છ સર્વેક્ષણ- 2020ના પરિણામોની ગુરુવારે જાહેરાત કરી હતી. જેમાં રાજ્યમાં પેટલાદ પ્રથમ ક્રમાંકે આવ્યું હતું તો દાહોદ પેટલાદ કરતાં માત્ર 7.5 માર્ક્સ જ પાછળ રહેતાં દ્વિતીય ક્રમે આવ્યું હતું. સ્વચ્છતા અભિયાનમાં સમગ્ર દેશમાં ગુજરાતનું સુરત દ્વિતીય ક્રમે આવ્યું છે. તો ગુજરાતના છેવાડે આવેલ દાહોદને 50 હજારથી 1 લાખની કેટેગરીમાં સમગ્ર વેસ્ટ ઝોન, કે જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને ગોવાનો સમાવેશ થાય છે, તેમાં દાહોદને 21મો ક્રમાંક સાંપડ્યો છે. ઉલ્લેખનીય છે કે તા.15.6.2019 ના રોજ જાહેર થયેલ સર્વેક્ષણ અનુસાર સ્માર્ટ સિટી માટે પસંદ થયેલા રાજ્યના 6 શહેરો પૈકી દાહોદ ચોથા ક્રમાંકે આવ્યું હતું. આ વખતે સ્વચ્છ સર્વેક્ષણ 2020 માં દાહોદ પાલિકાનો વડોદરા ઝોનમાં બીજો અને ઝોનલ રેન્ક 21 મો આવ્યો છે. જે ગયા વખતે રાજ્યમાં 15મો ને વેસ્ટ ઝોનમાં 139 મો રેન્ક હતો. પાલિકાના ચીફ ઓફિસર એ.એચ સિન્હા, પાલિકા પ્રમુખ અભિષેક મેડા, આરોગ્ય સમિતીના ચેરમેન લખન રાજગોર સાથે નગર પાલિકાના તમામ સ્ટાફની જહેમતને કારણે આ સફળતા મળી છે.

વિવિધ કામગીરીની નોંધ લેવાઈ
50,000 થી 1 લાખની વસ્તી ધરાવતા શહેરોની કેટેગરીમાં જે તે નગર પાલિકા દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ 2020ને લઈ સફાઈ, ડોર ટુ ડોર કચરા કલેક્શન, સેનિટેશન અને શૌચાલય સહિત સ્વચ્છતાને લગતી તમામ માહિતી સબમિટ કરવામાં આવી હતી. ત્યારબાદ સર્વેક્ષણ ટીમ દ્વારા જે તે શહેરવાસીઓનો ફિડબેક પણ લેવામાં આવ્યો હતો.જેના આધારે સ્વચ્છતા સર્વેક્ષણ -2020 નું ત્રિમાસિક પરિણામ જાહેર થતા તેમાં દાહોદને 3845.85 ગુણ મળ્યા હતા.

હજુ આગળ વધવા પ્રજાનો સહયોગ પણ જરૂરી છે
સ્વચ્છ સર્વેક્ષણમાં દાહોદનો દેશના સમગ્ર વેસ્ટ ઝોનમાં બીજો ક્રમાંક આવ્યો છે તે આનંદની જ વાત છે. હજુ તંત્રની કામગીરીમાં પ્રજા પણ પૂર્ણ સહયોગ આપે તો દાહોદ વધુ સ્વચ્છ બની દેશમાં અગ્રીમ બની શકશે તેમાં કોઈ બેમત નથી. – એ.એચ.સિન્હા, સી.ઓ.દાહોદ પાલિકા

0






Related News

Comments are Closed

%d bloggers like this: