ગત તારીખ ૨૧.૦૫.૨૦૧૫ શનિવારના રોજ સેંટ સ્ટીફ્ન્સ સ્કૂલની ૧૯૯૬-૧૯૯૭ની બેચ દ્વારા રિ-યુનિયન પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું
KEYUR PARMAR DAHOD BUREAU
ગત તારીખ ૨૧.૦૫.૨૦૧૫ શનિવારના રોજ સેંટ સ્ટીફ્ન્સ સ્કૂલની ૧૯૯૬-૧૯૯૭ની બેચ દ્વારા રિ-યુનિયન પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. જે આ પ્રમાણે હતું: આજના યુગના સોશીયલ મીડિયા ફેસબુક અને વોટ્સઅપના કારણે બધા જૂના મિત્રોના મોબાઈલ નંબર મળ્યા અને એકબીજા જોડે મળી શક્યા. આની શરૂઆત દોઢ વર્ષ પહેલા વોટ્સઅપ પર એક મિત્રએ પાંચ મિત્રો દ્વારા ગૃપ બનાવી કરી હતી આ ગૃપ જ્યારે શરૂ કરવામાં આવ્યું હતું ત્યારે તેમાં માત્ર પાંચ જ મિત્રો હતા અને પછી ધીરે – ધીરે આ ગૃપમાં એકબીજાના સહકારથી બધા મિત્રોના નંબર મળતા ગયા અને આજે આ ગૃપમાં ૬૦ મિત્રો ભેગા થયા છે.
આ રિ-યુનિયનના પ્રોગમની શરૂઆત ફાધર રાયપનની આરતી ઉતારીને કરવામાં આવી હતી. ત્યારપછી જે શિક્ષકો અને એક મિત્ર જે તેમની વચ્ચે અત્યારે હયાત નથી તેમના માટે ૨ મિનિટનું મૌન રાખીને એમને મિનબત્તી પ્રગટાવી શ્રદ્ધાંજલિ આપી હતી. ત્યારબાદ રાજેશ અકરેકર અને સ્કૂલના રિટાયર્ડ વિકટર સર દ્વારા ગીત ગાયુ હતું અને બધાએ પોતાની જૂની યાદો તાજી કરી હતી. પછી એક મિત્ર ઇલિયાસ ખરોદાવાલાએ સ્વ. જગજીતસિંહની એક બહુ સરસ ગઝલ ગાઈ હતી. બીજા એક મિત્ર શિવમ દુબેએ પણ બહુ સરસ કવિતા કહી હતી. સ્ટેજનું સંચાલન અંકુર રોકડિયાએ પોતાની અલગ અદામાં સ્કૂલ, શિક્ષકો અને દોસ્તી ઉપર શાયરીની ધમાલ મચાવી દીધી હતી ત્યારબાદ બધા મિત્રો દ્વારા શિક્ષકો અને ફાધર રાયપનને મોમેન્ટો અને શાલ દ્વારા સમ્માનિત કર્યા હતા. પછી બધા શિક્ષક, ફાધર રાયપન અને બહારગામથી આવેલ મિત્રોએ દીલ પર લાગી આવે એવી વાતો કરી તેનાથી બધા મિત્રો અને શિક્ષકો ભાવવિભોર થઈ ગયા હતા.
૨૦ વર્ષ પછી બધા મિત્રો મળ્યા અને સ્કૂલના દિવસો યાદ કરતાં કરતાં પોતાના આજ દિન સુધીના બધા અનુભવો કહ્યા હતા ત્યારબાદ બધાએ ચા-નાસ્તો કર્યા પછી જીરૂવાલા ફાર્મ હાઉસ પર ફરીથી ભેગા થયા હતા અને આખો દિવસ ભેગા મળી ન ભૂલાય તેવો યાદગાર દિવસ બનાવી સમય પસાર કરી સાંજે બધાએ એકબીજાને ગળે મળીને વિદાય લીધી હતી.
HONDA NAVI
BOOKING OPEN AT — RAHUL MOTORS DAHOD
Related News
🅱reaking Dahod : દાહોદના ખંગેલામાં 8 વર્ષની સગીરા સાથે દુષ્કર્મથી ચકચાર : પોલીસે આરોપીને કર્યો જેલ ભેગો
દાહોદમાં 8વર્ષ 11માસની સગીરા સાથે થયો બળાત્કાર દાહોદના ખંગેલા ગામના ટોલડુંગરી ની આRead More
દાહોદની ખાનગી નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓ દ્વારા પુલવામામાં શહીદ થયેલ જવાનો માટે સમગ્ર શહેરમાંથી ફાળો એકત્રિત કર્યો
દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદના રાજકૃપા ઇન્સ્ટિટ્યુટ ઓફ નર્સિંગના વિદ્યાર્થી –Read More
Comments are Closed