ખુલાસો: લાજ લેવાના પ્રયાસ બાદ નક્કી કરેલા રૂપિયા ન આપતાં મહિલાએ ગોળી ધરબી હતી, 5 દિવસ પહેલાં હત્યા કરી ફેંકી દીધો હતો
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ2 કલાક પહેલા
- કૉપી લિંક
- 6 લોકોની મદદથી રેલવે લાઇન પર મૃતદેહ નાખી દીધો હતો : મહિલા સહિત 3ની ધરપકડ
દાહોદ તાલુકાના બોરવાણી ખાયા ફળીયાના જંગલમાં રેલવે લાઇનની બાજુમાંથી મૃત મળેલા રમુડાભાઇ મેડાની હત્યાનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલવામાં એલસીબીને સફળતા મળી છે. લાજ લેવાના પ્રયાસ બાદ રામપુરની મહિલાએ ઘરે બોલાવી ગોળી ધરબીને હત્યા કરી હોવાનું ખુલ્યુ છે. છ વ્યક્તિઓની મદદથી મૃતદેહ રેલવે લાઇને ફેંકી દેવાયોહતો. બોરવાણી ગામના ખાયા ફળીયાના જંગલમાં રેલવે લાઇનની નજીકમાં રામપુરા ગામના મેડા ફળીયામાં રહેતા રમુડાભાઇ મનસુખભાઇ જાતે મેડા ઉવ .૪૦ વાળાને કોઇ અજાણ્યા ઇસમે શરીરે કોઇ બોથડ પદાર્થ મારી ગંભીર ઈજાઓ કરી મોઢા તથા છાતીના ભાગે તથા પેટના ભાગે કોઈ હથીયારથી ઘા કરી ગંભીર ઈજાઓ કરી મોત નિપજાવ્યુ હતું.
લાશનો નિકાલ કરવા માટે બોરવાણી ગામના ખાયા ફળીયાના જંગલમાં રેલ્વે ટ્રેકની નજીક ફેકી દઈ પુરાવાનો નાશ કરવાનો પ્રયત્ન કરાયો હતો. નાયબ પોલીસ મહાનિરીક્ષક એમ.એસ.ભરાડા, પંચમહાલ ગોધરા રેન્જ , ગોધરા નાઓની તથા મુ.પોલીસ અધિક્ષક હિતેષ જોયસરની સુચના મુજબ દાહોદ વિભાગ મે.નાયબ પોલીસ અધીક્ષક એચ.જે.બેંકર તથા દાહોદ સર્કલ પો.ઇન્સ. એચ.પી. કરેણ તથા એલ.સી.બી. પી.આઇ. બી.ડી.શાહ નાઓએ ગુનાવાળી જગ્યાની વિઝીટ કરી ગુનો શોધી કાઢી આરોપીઓને ઝડપી પાડવા સારૂ દાહોદ રૂરલ પોલીસ સ્ટેશનના સી.પો.સ.ઇ એન.એન.પરમાર તથા તથા એલ.સી.બી. પો.સ.ઇ. પી.એમ.મકવાણા તથા પેરોલ ફર્લોસ સ્કોર્ડ પો.સ.ઇ. આઇ.એ.સીસોદીયાની જુદી – જુદી ટીમોની રચના કરાઇ હતી. ગુનાની તપાસ ટેકનીકલ સોર્સથી ઝીણવણટ ભરી રીતે તપાસ કરતા સુરતાબેન વસનભાઇ રમસુભાઇ ભુરીયા ઉ.વ .૪૩રહે.રામપુરા ભુરીયા ફળીયુ ઉપર શંકા જતા તેણીએ પૂછપરછમાં ગુનાની કબૂલાત કરી લીધી હતી.
અગાઉ સુરતાબેન તથા મૃતક રમુડાભાઇ વચ્ચે ઝગડો થયો હતો.રમુડાભાઇએ તે વખતે લાજ લેવાનો પ્રયાસ કર્યો હતો. આ બાબતે તેઓના પંચો રાહે સમાધાન થયેલ અને રૂપિયા આપવાનું નક્કી કર્યુ હતું. રમુડાભાઇએ રૂપિયા આપ્યા ન હતાં. તા .૧૩ / ૦૨ / ૨૦૧૧ ના રોજ રાત્રીના આશરે આઠેક વાગ્યાના સુમારે મહીલાએ મૃતક રમુંડાભાઇને ફોન કરી પોતાના ઘરે બોલાવી દેશી હાથ બનાવટના તમંચાથી ગોળી મારી તથા અન્ય બોથડ પદાર્થ વડે હત્યા કરી નાખી હતી. અન્ય છ વ્યક્તિઓ સાથે મળીને મૃતદેહ રેલવે લાઇન પાસે નાખી દેવાયો હતો.
કોણ-કોણ શામેલ
તમંચો કારતુસ લાવી આપનાર રામપુરાના વસનભાઇ રમસુભાઇ ભુરીયા અને લાશનો નિકાલ કરવામાં રામપુરના દિનેશભાઇ ખુમસિંગભાઇ ભુરીયા, બાબુભાઇ મગનભાઇ, શંકરભાઇ રામસિંગભાઇ ભુરીયા, વસનભાઇ રમસુભાઇ ભુરીયા અને એક બાળ કિશોરીનો સમાવેશ થાય છે.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed