ખાતમુહૂર્ત: ફતેપુરામાં 41 લાખના ખર્ચે બનનાર કમ્યુનિટી હોલ, સ્મશાન ગૃહ, સીસીરોડનું ખાતમુહૂર્ત કરાયું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફતેપુરા2 કલાક પહેલા

  • કૉપી લિંક

ફતેપુરા આર્ટસ કોલેજ ખાતે નવિન બનાર કમ્યુનીટી હોલ માટે કરેલ ભુમિ પૂજન ખાતમુહૂર્ત વિધી કરવામાં આવી હતી,

  • સાંસદ જશવંતસિંહ ભાભોર તથા ધારાસભ્ય રમેશભાઇ કટારા હાજર રહ્યાં

ફતેપુરા તાલુકામા લોકોની સુખાકારી માટે તાલુકા કક્ષાએ કોમ્યુનીટી હોલ, સ્મશાન ગૃહ, નવિન સી.સી.રોડ માટે ભુમિ પૂજન વીધી હાથ ધરાતા ફતેપુરાની જનતામા ખુશી છવાઇ છે. ફતેપુરામા વર્ષોથી સ્મશાન ગૃહનો અભાવ જોવા મળતા દાહોદ સાસંદ જસવંતસિહ ભાભોરે સાસંદ નીધી ગ્રાન્ટમાથી નવિન સ્મશાન ગૃહ માટે 11 લાખ રુપિયા મંજુર કરતા તેમજ નવિન બનનાર સ્મશાન ગૃહ તરફ જવા માટે 5 લાખના ખર્ચે નવિન બનનાર સી.સી. રોડ માટે ધારાસભ્ય રમેશભાઇ કટારાએ જાહેરાત કરતા આર્ટસ કોલેજ ફતેપુરા ખાતે વિદ્યાર્થીઓની સુવિધા માટે અત્યંત આધુનીક 25 લાખના ખર્ચે તૈયાર થનાર કોમ્યુનીટી હોલ માટે આજરોજ આર્ટસ કોલેજ ખાતે ધારાસભ્ય રમેશભાઇ કટારા,મોટાકદ મડળીના ચેરમેન ડૉ અશ્વિનભાઇ પારગી, પીઢ નેતા ચુનીલાલભાઇ ચરપોટ, પશ્ચિમ રેલ્વેના સભ્ય રીતેષભાઇ પટેલના હસ્તે ભુમિપૂજન ખાતમુહૂ્ર્ત વીધી કરી 41 લાખના ખર્ચે થનાર કામોની શરુઆત કરાઇ હતી. આ પ્રસગે ધારાસભ્ય રમેશભાઇ કટારાએ ફતેપુરા સ્મશાન ગૃહ સુવ્યવસિથત બનાવવા અને નવિન સી.સી. રોડ બનાવવા સુચના આપી હતી.


Related News

Comments are Closed

%d bloggers like this: