ખનિજ ચોરી: ​​​​​​​ગરબાડામાં માટીનુ ગેરકાયદે ખન કરનારનુ જેસીબી અને બે ટ્રેક્ટર જપ્ત કરાયુ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • મામલતદારે તપાસ કરતા કોઇ પ્રકારની રોયલ્ટી ન હોવાથી ખોદકામ રોકી દેવા આદેશ ખાણ ખનિજ વિભાગ હવે દંડનીય કાર્યવાહી હાથ ધરશે

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાં ખનિજોનુ ગેરકાયદે ખનન વર્ષોથી કરવામાં આવી રહ્યુ છે ત્યારે મામલતદારે હાલમાં પણ તાલુકા મથક ગરબાડામાં જ ગેરકાયદે માટીનું ખનન કરનારાનુ એક જેસીબી મશીન અને બે ટ્રેક્ટર જપ્ત કરી દીધા છે. હવે ખાણ કનિજ વિભાગ દ્વારા જવાબદારને પેનલ્ટી ફટકારવામાં આવશે પરંતુ આ ખનિજ ચોરી ક્યારે બંધ થાયે તેવી કડક કાર્યવાહી કરવી આવશ્યક છે.

દાહોદ જિલ્લામાં વગર રોયલ્ટીએ ખનિજ ચોરી કરી રોકડી કરી લેનારા વેપારીઓ વર્ષોથી સક્રિય છે.અવાર નવાર તેમની સામે કાર્યવાહી પણ કરવામાં આવે છે તેમ છતાં સંપૂર્ણ રીતે આ ગોરખધંધો આજ દિન સુધી ડામી શકાયો નથી તે સનાતન સત્ય છે. રેતીની ગેરકાયદે હેરાફેરી પણ જિલ્લા તેમજ જિલ્લા બહારથી કરવામાં આવે છે પરંતુ એક નેટવર્ક વર્ષોથી સક્રિય છે અને સર્વ વિદિત છે પરંતુ કોઇકના છુપા આશીર્વાદથી સમુસુતરુ ચાલી રહ્યુ હોય તેમ લાગી રહ્યુ છે.

તેવી રીતે ગરબાડા તાલુકામાં પણ ગેરકાયદે ખનિજ ચોરી મોટા પાયે કરવામાં આવે છે.તેની સાબિતી રુપ ઘટના શનિવારે જ બની છે.જેમાં તાલુકા મથક ગરબાડામાં જ માધ્યમિક શાળાની સામે એક ડુંગરમાંથી વિના રોયલ્ટી પાસ વિના માટીનુ ખોદકામ ચાલી રહ્યુ હતુ.જેથી મામલતદાર કુલદીપ દેસાઇના ધ્યાને આવતા તેઓએ તપાસ કરી હતી પરંતુ કોઇ પણ પ્રકારના પાસ પરમીટ વિના માટીનુ ગેરકાયદે ખોદકામ ચાલતુ હોવાથી તાત્કાલિક ખોદકામ બંધ કરાવવામાં આવ્યુ હતુ અને સ્થળ પરથી એક જેસીબી મશીન અને બે ટ્રેક્ટર જપ્ત કરી ખાણ ખનિજ વિભાગને અહેવાલ સુપરત કરવામાં આવ્યો છે.હેવે આગળ દંડનીય કાર્યવાહી ખાણ ખનિજ વિભાગ દ્વારા કરવામાં આવશે તેમ જાણવા મળ્યુ છે.

પથ્થરોનુ પણ ગેરકાયદે ખનન થાય છે
હગરબાડા વિસ્તારમાં પથ્થરોનુ પણ ગેરકાયદે ખનન થાય છે પરંતુ આ ખનિજચોરી રોકી શકાતી નથી.તેની પાછળના કારણો પણ જાણી શકાતા નતી પરંતુ ગ્રામ્ય અને અંતરિયાળ વિસ્તારોમાંથી કોઇ પણ રીતે પથ્થરો અને ખનિજોના વેપલો ગેરકાયદે થઇ રહ્યો છે. સફેદ પથ્થરોની કિંમતો વધુ હોવાથી તેની ખનિજ ચોરી પણ થઇ રહી છે ત્યારે ગરબાડા સહિત સમગ્ર જિલ્લામાં ચાલતા ગેરકાયદે ખનિજ ચોરીની બદીને ડામવામાં આવે તો સરકારની રોયલ્ટીની આવકમાં ઘણો વધારો થઇ શકે તેમ છે.


Related News

Comments are Closed

%d bloggers like this: