ખજૂરી ગામમાં યુવતીના પરિવારને ચાર લાખની સહાય

  • દીપડાના હુમલામાં યુવતી મૃત્યુ પામી હતી

દિવ્ય ભાસ્કર

Aug 05, 2020, 04:00 AM IST

દાહોદ. જિલ્લામાં હિંસક પ્રાણીના હુમલામાં મૃત્યુ પામનારી એક યુવતીના પરિવારને વન વિભાગ દ્વારા 4 લાખની સહાય કરાઇ છે. ગત તા.26ના રોજ ધાનપુરના ખજૂરી ગામમાં આવી ચઢેલા એક દીપડાએ કરેલા હુમલામાં કાજલબેન નામની યુવતીનું મૃત્યું થયું હતું. મૃતકને નિયમોનુસાર સરકારની સહાય આપવા માટે વન વિભાગ કરાઇ હતી. તે બાદ રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરેલી સહાય આપવા માટે રાજ્ય મંત્રી બચુભાઇ ખાબડ, નાયબ વન સંરક્ષક આર. એમ. પરમાર તથા સહાયક વન સંરક્ષક ઋષિરાજ પુવાર ખજૂરી ગામે ગયા હતા. જ્યાં તેમણે મૃતકના પિતા સુમલાભાઇને સહાયની રકમનો ચેક અર્પણ કર્યો હતો.


Related News

Comments are Closed

%d bloggers like this: