ક્રાઈમ: નોટિસ આપવા કેમ આવે છે કહી પંચાયતના પટા‌વાળાને માર્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • છોડાવવા આવનાર પત્ની સહિત ત્રણ ઉપર પણ હુમલો

રૂખડીના અને ગ્રામ પંચાયતમાં પટા‌વાળા તરીકે નોકરી કરતાં કડકીયાભાઇ સીસકાભાઇ નીનામા ગતરોજ રાત્રીના સમયે ફળિયામાં રહેતા મહેશભાઇ પુનીયાભાઇ કલારાના છોકરાના લગ્નના ગણેશ સ્થાપનાના કાર્યક્રમમાં ગયા હતા. ત્યારે તેમના ફળિયામાં રહેતા સંદીપભાઇ કાળુભાઇ નીનામા તેમની બોલેરો ગાડીમાં કાળુભાઇ લીંમાભાઇ નાનામા અને અરવિંદભાઇ કાળુભાઇ, અનીલભાઇ કાળુભાઇ નીનામા પણ મહેશભાઇના ઘરે આવ્યા હતા. ત્યારે સંદીપભાઇએ કડકીયાભાઇને કહેલ કે તુ રાજીવ ભવન (ગ્રામ પંચાયતનું સરકારી મકાન) ખાલી કરવા માટે મને નોટીસ આપવા માટે વારંવાર મારા ઘરે કેમ આવે છે. જેથી હું પંચાતના પટાવાળામાં નોકરી કરુ છુ અને મને નોટીસ બજાવવા મોકલે માટે આવવુ પડે છે તેવો પત્યુતર આપતાં સંદીપ બિભત્સ ગાળો બોલવા લાગ્યો હતો. જેથી દલસીંગ કાળુ નિનામાએ ગાળો બોલવાનું ના પાડતાં સંદીપ તેની ગાડીમાંથી લાકડી કાઢીને દલસીંગભાઈને ડાંબી આંખ ઉપર તથા કપાળના ભાગે મારી ઇજા કરી હતી. આ દરમિયાન રાજુભાઇ સીસકાભાઇ નિનામા વચ્ચે છોડાવવા પડતાં અરવિંદ કાળુએ તેની પાસેની મોટર સાયકલની ચેઇન મારતા રાજુભાઇને શરીરે ઉજરડા તેમજ ડાબા હાથે ઇજા કરી હતી. તથા અરવિંદે કડકીયાભાઇ તથા તેમની પત્નીને પણ ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ સંદર્ભે લીમડી પોલીસ મથકે હુમલાખોરો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.


Related News

Comments are Closed

%d bloggers like this: