ક્રાઈમ: નસીપુરમાં રાત્રીના સમયે ઘર આગળથી મોટર સાઇકલની ઉઠાંતરી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક

પ્રતિકાત્મક તસવીર.

દાહોદ તાલુકાના નસીપુર ગામના ભગાભાઇ કાળીયાભાઇ કળમીએ તા.16મીની રાત્રીના આઠ વાગ્યાના અરસામાં બાઇક ઘર આગળ સ્ટેરીંગ લોક મારી મુકી હતી. તે દરમિયાન રાત્રીના સમયે કોઇ ચોર ઇસમ તેમની 15,000 કિંમતની બાઇકને નિશાન બનાવી ચોરી કરી લઇ ગયો હતો.

સવારે વહેલી સવારે બહાર નિકળતાં ઘર આગળ મુકેલી બાઇક જોવા મળી ન હતી. ત્યાર બાદ આજુબાજુમાં અને ગામમાં તપાસ કરી હતી પરંતુ બાઇકનો કોઇ આજદિન સુધી પત્તો લાગ્યો ન હતો. જેથી ભગાભાઇ કળીએ દાહોદ તાલુકા પોલીસ મથકે ચોર ઇસમ વિરૂદ્ધ બાઇક ચોરીની ફરિયાદ નોંધાવી હતી.


Related News

Comments are Closed

%d bloggers like this: