ક્રાઈમ: નળવાઇમાં છોકરી સોંપવા બાબતે તકરાર : લાકડી વડે 1ને માર માર્યો
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગરબાડા2 કલાક પહેલા
- કૉપી લિંક

પ્રતિકાત્મક તસવીર.
- બે ઘરમાં તોડફોડ તથા એક ઘરમાં આગ ચાંપી નુકસાન કર્યુ
- હુમલાખોરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં આઠ સામે કાર્યવાહી
દાહોદ જિલ્લાના ગરબાડાના નળવાઇ ગામમાં છોકરી સોંપવાના મુદ્દે ટોળાએ મારક હથિયારો સાથે ધસી આવી હુમલો કરી માતા-પુત્રને ઇજા કરી હતી. તેમજ બે ઘરમાં તોડફોડ તેમજ એક ઘરમાં આગ ચાંપી નુકસાન કર્યુ હતું. ગરબાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં આઠ લોકો સામે ગુનો નોંધ્યો હતો.
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના નળવાઇ ગામમાં રહેતા ચતુરભાઇ ઉર્ફે કાળુભાઇ ખીમાભાઇ માવી ગતરોજ બપોરના સમયે પરિવારના સભ્યો સાથે ઘરનું કામકાજ કરતાં હતા. તે દરમિયાન ભે ગામના ગાળા ફળિયાના બાબુ અગન ભુરીયા, માનસીંગ ગલા ભુરીયા, હિમચંદ ભલુ ભુરીયા, ભલા પારસીંગ ભુરીયા, પ્રતાપ ગલા ભુરીયા, જેસીંગ અગન ભુરીયા તથા નળવાઇ ગામના શકરા ચુનીયા સંગાડા અને તેની સાતે બીજા દશેક જેવા માણસો એક સંપ થઇ હાથમાં લાકડીઓ તીર કામઠા, ગોફણો જેવા મારક હથિયારો લઇને કિકીયારી કરતાં આવ્યા હતા.
અને ગાળો બોલી કહેવા લાગેલ કે અમારી છોકરી આપી દો તેમ કહેતાં ચતુરભાઇ લોકોએ જણાવેલ કે છોકરી દક્ષા મળશે તો તમને આપી દઇશુ હાલમાં મળેલ નથી તેમ જણાવતાં એકદમ ઉશ્કેરાઇ જઇ કલ્પેશભાઇને લાકડી માથાના ડાબા કાન ઉફરના ભાગે મારતાં ચામડી છોલાઇ જતાં હોલી લુહાણ થયા હતા. તેમજ ઉપરા છાપરી લાકડીના ફટકા મારી હાથે અને બન્ને પગે ઇજા પહોંચાડી હતી.
આ દરમિયાન ચતુરભાઇની માતા સુરતીબેન છોડાવવા વચ્ચે પડતાં તેમને પકડી રાખી ગડદાપાટુનો માર માર મારતાં બુમાબુમ થતાં તેમના ગામના દશેક જેટલા માણસોનું ટોળુ હાથમાં લાકડીઓ તેમજ તીરકામઠા તેમજ ગોફણો દઇ દોડી આવી ચતુરભાઇના તેમજ તેમના કાકા જવસિંગભાઇ છગનભાઇ માવીના ઘરોનું તોડફોડ કરી નુકસાન કર્યુ હતું.
આ દરમિયાન ફળિયાના માણસો દોડી આવતાં કિકીયારીઓ કરતાં જતા જતા મગનભાઇ ધુળાભાઇ માવીના ઘરમાં આગ ચાપી ઘર સળગાવી જાનથી મારવાની ધમકીઓ આપી પીકઅપ વાહનમાં બેસી ભાગી ગયા હતા. આ સંદર્ભે ચતુરભાઇ ઉર્ફે કાળુભાઇ ખઈમાભાઇ માવીએ હુમલાખોરો વિરૂદ્ધ ગરબાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે આઠ લોકો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
Related News
સ્વયંભૂ લોકડાઉન: ઝાલોદ તાલુકાના લીમડી પોલીસ મથકના 27 ગામડાઓમાં સ્વૈચ્છિક લોકડાઉનની સરપંચોએ જાહેરાત કરી
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ36 મિનિટ પહેલાRead More
અછત: દાહોદ જિલ્લામાં કોરોના કાળમાં 70 MBBS તબીબની જરુર સામે માત્ર પાંચ જ ડોક્ટર મળ્યા
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલાRead More
Comments are Closed