ક્રાઈમ: ધોળીદાતીમાં ઝાડીઓમાં સંતાડેલી કારમાંથી 42 હજારનો દારૂ મળ્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક
  • દારૂ, કાર મળી 1,22,240 રૂપિયાનો મુદ્દામાલ કબજે લીધો
  • ગાડીના અજાણ્યા ચાલક સામે લીમડી પોલીસે ગુનો નોંધ્યો

લીમડી પોલીસ મથકના પી.એસ.આઇ. વી.આર.ચૌહાણ તથા સ્ટાફના માણસો ગતરાત્રીના સમયે લીમડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે એક ગાડી પરથમપુર ધોળીદાંતી ગામે રોડની નજીક ઝાડી ઝાંખરામાં શંકાસ્પદ હાલતમાં સંતાડેલી છે.

જેના આધારે બાતમીવાળી જગ્યાએ જઇ બેટરીના અજવાળે તપાસ કરતાં ઝાડીઝાંખરામાં શંકાસ્પદ રીતે બિનવારસી સંતાડેલી કાર મળી આવી હતી. શંકાસ્પદ લાગતી ગાડીની બેટરીની લાઇટ મારી તપાસ કરતાં ગાડીની પાછળની ડીકીમાં લાલ તથા સફેદ રંગના પુઠાની પેટીઓ જેમાં વિદેશી દારૂ તથા પતરાના દારૂ-બિયરના ટીન 500 મિ.લી.ના તથા કાચની તથા પ્લાસ્ટીકની 180 મિ.લી.ની બોટલોનો જથ્થો મળી આવ્યો હતો. કુલ નંગ 336 સીલબંધ બોટલો જેની કિંમત 42240ની કિંમતનો દારૂ તથા 80,000ની કિંમતની કાર મળી કુલ 1,22,240 રૂ.નો મુદ્દામાલ પોલીસે જપ્ત કરી ગાડીના અજાણ્યા ચાલક સામે લીમડી પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


Related News

Comments are Closed

%d bloggers like this: