ક્રાઈમ: દાહોદ જિ.માં ત્રણ સ્થળેથી 84 હજારનો દારૂ ઝડપાયો
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ3 કલાક પહેલા
- કૉપી લિંક
- મીનાક્યાર, ભથવાડા, કરોદાની ઘટના
દાહોદ જિલ્લામાં ગરબાડા અને દેવગઢ બારિયા તાલુકામાં ત્રણ ગામોમાં હેરાફેરી કરાતો 84 હજાર રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે ખેંપિયાઓ સામે ગુના દાખલ કરવા સાથે વાહનો પણ જપ્ત કરીને કાર્યવાહી હાથ ધરી છે. ગરબાડા તાલુકાના મીનાક્યાર ગામના બનાવમાં એક ક્રુઝર ગાડીનો ચાલક પોતાના કબજાની ક્રુઝર ગાડીમાં વિદેશી દારૂની હેરાફેરી કરતો હોવાની પોલીસને બાતમી મળતાં પોલીસે ગત તા.૧૧મી નવેમ્બરના રોજ મીનાક્યાર ગામે વોચ ગોઠવી ઉભા હતા. આ દરમ્યાન બાતમીમાં દર્શાવેલ એક ક્રુઝર ગાડી પસાર થતાં પોલીસ સાબદી બની હતી. આ દરમ્યાન ક્રુઝર ગાડીના ચાલકે પોલીસને જોઈ લેતા પોતાના કબજાની ક્રુઝર ગાડી સ્થળ પર મુકી નાસી ગયો હતો.
પોલીસે ક્રુઝર ગાડીની તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૂની નાની મોટી બોટલો નંગ.૫૯ કિંમત રૂા.૨૫,૯૬૦ અને ક્રુઝર ગાડીની કિંમત મળી કુલ રૂા.૫,૨૫,૯૬૦નો મુદ્દામાલ જપ્ત કરી ગાડીના ચાલક વિરૂધ્ધ ગરબાડા પોલીસે પ્રોહીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ભથવાડા ટોલનાકા પાસે બનેલા બનાવમાં લાલીયા જુવાનસિંહ મહેડા (રહે.અલીરાજપુર,મધ્યપ્રદેશ) અને ખેલસીંગ નાનકીયા માવી (રહે.અલીરાજપુર,મધ્યપ્રદેશ) આ બંન્ને જણા ગત તા.૧૧મી નવેમ્બરના રોજ પોતાના કબજાની ટાવેરા ગાડી લઈ ભથવાડા ટોલનાકા પાસેથી પસાર થઈ રહ્યા હતા.
આ દરમ્યાન પોલીસને તેઓ ઉપર શંકા જતાં ગાડી ઉભી રખાવી ગાડીની તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૂની બોટલો નંગ.૫૭ કિંમત રૂા.૨૯,૬૪૦ અને ગાડીની કિંમત મળી કુલ રૂા.૧,૩૪,૧૪૦ ના મુદ્દામાલ સાથે ઉપરોક્ત બંન્ને જણાની અટક કરી દેવગઢ બારીઆ પોલીસે પ્રોહીનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. જ્યારે દેવગઢ બારીઆ તાલુકાના કરોદા ગામે બનવા પામ્યો હતો જેમાં સાલીયા ગામે કહેતા કનુભાઈ ધનાભાઈ વણકર અને કરોદા ગામે રહેતા કમલેશભાઈ નરવતભાઈ બારીયા પોતે એકબીજાના મેળાપીપણામાં કમલેશભાઈના ઘરે વિદેશી દારૂનો ધંધો કરતા હોવાની પોલીસને બાતમી મળતા પોલીસે ગત તા.૧૧મી નવેમ્બરના રોજ ઓચિંતી પ્રોહી રેડ પાડતાં બંન્ને પોલીસને જોઇને નાસી ગયા હતા. પોલીસે મકાનની તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૂ તથા બીયરની બોટલો નંગ.૨૮૮ કિંમત રૂા.૨૮,૮૦૦ નો પ્રોહી જથ્થો જપ્ત કરી ઉપરોક્ત બંન્ને ઈસમો વિરૂધ્ધ દેવગઢ બારીઆ પોલીસે પ્રોહીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed