ક્રાઈમ: દાહોદમાં મોપેડ પર દારૂ લાવતાં 2 ખેપિયા ઝડપાયા

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • વરમખેડાના યુવક સહિત 3 સામે ફરિયાદ
  • કુલ 41,750નો મુદ્દામાલ કબજે કરાયો

દાહોદની પડાવ ગરબાડા ચોકડી ઉપરથી મોપેડ ઉપર વિદેશી દારૂ લઇને આવતાં બે ખેપિયા ઝડપાયા હતા. 16,750નો દારૂ તથા મોપેડ મળી 41,750નો મુદ્દામાલ કબ્જે લઇ બન્ને ખેપિયા અને વરમખેડાના યુવક સહિત ત્રણ સામે દાહોદ શહેર પોલીસ મથકે પ્રોહીનો ગુનો નોંધાયો હતો.

દાહોદ શહેર પોલીસને શુક્રવારના રોજ સવારે આઠ વાગ્યાના અરસામાં વરમખેડાના રમણ પુનીયા ભુરીયા નામના વ્યક્તિ પાસેથી વિદેશી દારૂ લઇને જીજે-20-એએન-5305 નંબરની જ્યુપીટર ગાડી ઉપર આવી રહ્યા હોવાની બાતમી મળતાં એલ.આર.ડી. રવિન્દ્રકુમાર દિલીપભાઇ, એસ.એસ.આઇ. ઇશ્વરભાઇ બાદરભાઇ, એલ.આર.ડી. રાજુભાઇ રમેશભાઇ, કનુભાઇ મોહનભાઇ, તથા આર્મ.પો.કો. જયદીપકુમાર સુરેશભાઇ પડાવ ગરબાડા ચોકડી ઉપર વોચમાં ઉભા હતા. ત્યારે બાતમી વાળી જ્યુપીટર ઉપર આવતાં દાહોદ રળિયાતી સાંસીવાડનો સંજય વિલાસ સાંસી (બંગાળી) તથા ઉપેન્દ્ર રાજુ સાંસી (ભાના)ને રોકી તેમની પાસેના ઝોલા તથા પ્લાસ્ટીકની થેલીઓની તલાસી લેતા તેમાંથી માઉન્ટસ સુપર સ્ટ્રોંગ બીયર ટીન 500 મીલીના 48 નંગ જેની કિંમત 4,800, બેગ પાઇપર વ્હીસ્કીની 180 મીલીની નંગ 96 જેની કિંમત 9,600 તથા ગોવા વ્હીસ્કીની 180 મીલીની નંગ 47 જેની કિંમત 2,350 મળી કુલ નંગ 191 જેની કિંમત 16,750ની મળી આવી હતી. પ્રોહી મુદ્દામાલ તથા 25 હજારની મોડેપ મળી કુલ 41,750 રૂ.નો મુદ્દામાલ કબ્જે લઇ બન્ને યુવકોને ઝડપી પાડી તેમની તથા માલ આપનાર વરમખેડાના રમણ વિરૂદ્ધ દાહોદ શહેર પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.


Related News

Comments are Closed

%d bloggers like this: