ક્રાઈમ: ડાંગરીયામાં રાત્રે ખુલ્લી જગ્યામાં જુગાર રમતાં 13 ખેલી ઝડપાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક

પ્રતિકાત્મક તસવીર

  • રોકડ, 6 મોબાઇલ, 7 બાઈક મળી રૂા.2,92,400નો મુદ્દામાલ જપ્ત
  • દેવગઢ બારિયા પોલીસે તમામ સામે ગુનો નોંધી કાર્યવાહી કરી

દેવગઢ બારિયાના ડાંગરીયા ગામના કૃપાળુ આશ્રમની બાજુમાં રહેણાંક મકાનની પાછળની ખુલ્લી જગ્યામાં પાના પત્તાનો જુગાર રમતા 13 ખેલીને 2,92,400ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

ગતરાત્રે દેવગઢ બારિયા પીએસઆઇ એન.જે. પંચાલ સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા. ત્યારે રાત્રીના 9.45ના અરસામાં ડાંગરીયા ગામે કૃપાળુ આશ્રમની બાજુમાં રહેતો મોહમદશકીલ અબ્દુલ સિધ્ધી તેના ઘરની પાછળ ખુલ્લી જગ્યામાં કેટલાક લોકોને ભેગા કરી ગંજી પાનાનો જુગાર રમાડી રહ્યો હોવાની બાતમી મળી હતી. જેના આધારે પોલીસે રેઇડ કરતાં ખુલ્લી જગ્યામાં ગોળ કુંડાળુ કરી બેઠેલા ઇસમોમાં પોલીસને જોઇ નાસભાગ મચી હતી. પોલીસે કોર્ડન કરી બારિયાના રાણાશેરીના જીતેન્દ્રકુમાર રાણા, રાણીવાવના પ્રિતમસિંહ નાગોરા, રાધે ગોવિંદ મંદિર પાસેના અર્જુનસિંગ સોલંકી, રાજુ આમીરીયા, અનુ મોહન બારીયા, ડાંગરિયા ગામની મામલતદાર ઓફિસની પાછળના મોહમદ શકીલ, સરફરાજ સિધ્ધી, અબ્દુલ મહંમદ સિધ્ધી, સ્વામી નારાયણ મંદિર સામેના વિનોદકુમાર શાહ, હોળી ચકલાના રાજેશ ખેરડે, જુના પોલીસ સ્ટેશન પાછળના અકીલ સિધ્ધી, ઝહીરઅલી મકરાણી, જાવેદઅલી મકરાણીને ઝડપી પાડ્યા હતા. અંગઝડપી લેતાં 15,900 રૂપિયા રોકડા તથા 16,500ની કિંમતના 6 મોબાઇલ, 2,60,000ની કિંમતની 7 બાઈક મળી કુલ 2,92,400 રૂપિયાનો મુદ્દામાલ કબજે લઇ ઝડપાયેલા જુગારીઓને જેલમાં ધકેલી પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.


Related News

Comments are Closed

%d bloggers like this: