ક્રાઈમ: ટીમાચીમાં છોકરી ભગાડતાં 2 ઘર અને દુકાનમાં તોડફોડ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ5 કલાક પહેલા
- કૉપી લિંક
- મારક હથિયારો સાથે ટોળાની તોડફોડ
ઝાલોદ તાલુકાના ટીમાચી ગામના પટેલ ફળિયામાં રહેતા 45 વર્ષિય મણીબેન ધીરૂભાઇ ડામોર તા.18 નવેમ્બરના રોજ બપોરના સમયે ઘરની સામે વાડામાં બકરા ચરાવતા હતા અને છોકરી દિપીકાબેન ઘરના આંગણામાં બેઠી હતી. ત્યારે તાલુકાના રામપુરા અને મલવાસી ગામના કસુ હુમા દામા, વિશ્રામ હુમા દામા, ગીરીશ વિશ્રામ દામા, લલીતાબેન કસુ દામા, ભોપત વિશ્રામ દામા, નરેશ વિશ્રામ દામા, રફીક રમેશ દામા, રાકેશ વાલા દામા, દિનેશ કડકીયા ડામોર, શોભન કડકીયા ડામોર, વીરસીંગ કડકીયા ડામોર, ગોરસીંગ કડકીયા ડામોર, તથા હુરસીંગ કડકીયા ડામોરના તેર જેટલા લોકોએ ગેરકાયદેસર મંડળી બનાવી એકસંપચ થઇ લાકડીઓ અને ધારીયા જેવા મારક હથિયારો ધારણ કરી માનસીંગભાઇના ઘરે જઇ બિભત્સ ગાળો કીકીયારીઓ કરી અમારી છોકરી અસ્મિતાને તમારો છોકરો પ્રેમકુમાર ભગાડી લાવ્યો છે તેમ કહી મણીબેન ડામોરના ઘરના નળીયાની તોડફોડ કરી ઘરના વાસણ તેમજ ઘરવખરી સરસામાન પેટીપટારા તોડી નાખી નુકસાન કર્યુ હતું.
તેમજ દુકાનનો સરસામાન વેરવિખેર કરી નાંખ્યો હતો અને ઘરની સામે આવેલા સરકારી પંચાયતનો બોરની અંદરની મુકેલ મોટરની પાઇપો અને વાયરો કાપી નાંખી નુકસાન કર્યું હતું. તેમજ મણીબેનના દિયર માનસીંગભાઇ નાથુભાઇના ઘરના પણ નળીયા તોડી નાખી સામાન વેરવિખેર કરી વાસણ તેમજ ખાટલા તોડી નાખી નુકસાન કર્યુ હતું. આ દરમિયાન બૂમાબૂમ કરતાં ફળિયામાં રહેતા લોકો દોડી આવતાં તમામ હુમલાખોરો ફરીથી આવીશું તો આખા ફળિયાના ઘરો તોડી નાખીશું અને અમારી છોકરી નહિ સોંપો તો જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા જતા રહ્યા હતા. ત્યાર બાદ બન્ને પક્ષો વચ્ચે સમાધાનની વાતો ચાલતી હતી પરંતુ હાલ સુધી કોઇ સમાધાન ન થતાં મણીબેન ડામોરે આ સંદર્ભે 13 વ્યક્તિના ટોળા સામે ઝાલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામા આવી હતી.
Related News
સાવચેતીના પગલાં: દાહોદ જિલ્લામાં સોમવારથી બપોરે 4 વાગ્યાથી સ્વયંભુ કર્ફ્યુ જાહેર કરાયો
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ4 કલાક પહેલાRead More
ચુસ્ત પાલન: દાહોદના કતવારામાં શનિવારે સંપૂર્ણ લોકડાઉનમાં ગામ જડબેસલાખ બંધ, ગ્રામજનોનો સંપૂર્ણ સહયોગ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલાRead More
Comments are Closed