ક્રાઈમ: ઝાલોદના કાઉન્સિલરની હત્યા કેસમાં કાવતરાખોર ઇમરાનને દાહોદ લવાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક

હત્યાનો કાવતરાખોર ઇમરાન

  • દાહોદ પોલીસ દ્વારા ધરપકડ
  • બુધવારે કોર્ટમાં ઓનલાઇન રજૂ કરાશે
  • વધુ પૂછપરછ માટે રિમાન્ડ મેળવવામાં આવશે

ઝાલોદના કાઉન્સિલર હિરેન પટેલની સોપારી આપીને જીપ વડે ટક્કર મરાવીને હત્યા કરવાના ષડયંત્રમાં શામેલ આરોપીને મોડી રાત્રે અમદાવાદથી દાહોદ લાવવામાં આવ્યો હતો. દાહોદ પોલીસે આ આરોપીની ધરપકડ કરી હતી. બુધવારના રોજ તેને કોર્ટ સમક્ષ ઓન લાઇન રજૂ કરવામાં આવશે. ત્યારે હત્યામાં અમીત વિશેની વધુ પુછપરછ સાથે તે ફરાર થયા બાદ ક્યાં-ક્યાં રોકાયો અને કોણે આશરો આપ્યો તે સહિતની પુછપરછ માટે રિમાન્ડની માગણી કરવામાં આવે તેવું જાણવા મળ્યું છે.

ઝાલોદમાં ભાજપના કાઉન્સિલર હિરેન પટેલની 27 સપ્ટેમ્બરના રોજ જીપની ટક્કર મારીને હત્યા કરી દેવાઇ હતી. આ પ્રકરણમાં ગોધરાકાંડનો આરોપી ઇરફાન પાડા અને ઝાલોદનો જ અજય કલાલ પકડાયા બાદ આખી ઘટના ઉપરથી પડદો હટ્યો હતો. સોપારી આપીને હિરેન પટેલની હત્યામાં ઝાલોદના જ ઇમરાન ઉર્ફે ઇમુ ડાંડની ભૂમિકા બાદ ઝાલોદના ધારાસભ્ય ભાવેશ કટારાના ભાઇ અમીત કટારાની પણ સંડોવણી સામે આવી હતી. નાસતા-ફરતા ઇમરાનને ATS દ્વારા હરિયાણાના મેવાતથી ડિટેઇન કરવામાં આવ્યો હતો. પ્રકરણની તપાસ દાહોદ પોલીસ પાસે હોવાથી રાતના સમયે ઇમરાનને દાહોદ લવાયો હતો. ઇમરાનની દાહોદ પોલીસ દ્વારા મંગળવારે ધરપકડ કરવામાં આવી છે. બુધવારના રોજ ઇમરાનને કોર્ટમાં ઓનલાઇન રજૂ કરવામાં આવશે. આ હત્યામાં અમીતનું નામ ખુલી જતાં પોલીસે તેની શોધખોળ પણ તેજ બનાવી છે. ઇમરાન અને અજય કલાલ ઇરફાન પાડાને સોપારી આપવા માટે સાથે ગયા હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે પરંતુ તે સિવાય પણ તેની ભૂમિકા નકારી શકાય તેમ ન હોવાથી પોલીસ દ્વારા તેના રિમાન્ડની માગણી કરવામાં આવશે તેવું જાણવા મળ્યું છે.


Related News

Comments are Closed

%d bloggers like this: