ક્રાઈમ: જામરણ ગામેથી બાઇક પર લઇ જવાતો 37,440નો દારૂ ઝડપાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ5 કલાક પહેલા

  • કૉપી લિંક
  • છોટાઉદેપુરના મિઠીબોરનો બૂટલેગર બાઇક ફેંકી ફરાર થયો
  • 77,440નો મુદ્દામાલ કબજે લઇ બૂટલેગર વિરુદ્ધ ગુનો નોંધ્યો

દેવગઢ બારિયા તાલુકાના સાગટાળા પોલીસ મથકના પી.એસ.આઇ. એ.એ.રાઠવા તથા સ્ટાફ પેટ્રોલીંગમાં હતા. ત્યારે પોલીસ અધિક્ષક લીમખેડા દ્વારા માહિતી મળી હતી કે છોટાઉદેપુર જિલ્લાના મિઠીબોર ગામનો બુટલેગર રોહીત ઉર્ફે રૂષિયો ભલજી રાઠવા બાઇક ઉપર દારૂની પેટીઓ લઇને જંગલમાં થઇ સાગટાળાના ઝામરણ ગામે થઇ નીકવાનો છે. જેના આધારે ઝામરણ ગામે વોચમાં ઉભા હતા. ત્યારે જંગલ તરફથી મોટર સાયકલ ઉપર આવતા બુટલેગર રોહીત રાઠવાએ પોલીસને જોઇ જતાં મો.સાયકલ વાળવા જતા પડી જતાં તેને પકડવા પોલીસ બેટરીના અજવાળે તેની પાછળ દોડી હતી પરંતુ પકડમાં આવ્યો ન હતો. જ્યારે બાઇક ઉપર લાદેલા લગડાની તપાસ કરતાં તેમાંથી વિદેશી દારૂના 180 મી.લી.ના ક્વાટરીયાની નંગ 6 પેટી જેમાં કુલ પ્લાસ્ટીકના ક્વાટરીયા નંગ 288 જેની કિંમત 37,440ની મળી આવી હતી. પ્રોહી મુદ્દામાલ તથા 40 હજારની કિંમતની મોટર સાયકલ મળી 77,440નો મુદ્દામાલ કબ્જે લઇ બુટલેગર રોહીત ઉર્ફે રૂષિયો ભલજી રાઠવા વિરૂદ્ધ પ્રોહી એક્ટ મુજબ ગુનો નોંધી સાગટાળા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.


Related News

Comments are Closed

%d bloggers like this: