ક્રાઇમ: સરસવાપૂર્વના 5 સંતાનના પિતાએ 16 વર્ષની સગીરાનું અપહરણ કર્યું

સુખસર4 કલાક પહેલા

  • કૉપી લિંક
  • પટાવી ફોસલાવીને તા.10ના રોજ અપહરણ કરી ગયો હતો

દાહોદ જિલ્લામાં સગીરાઓ તથા પુખ્ત વયની મહિલાઓને અપહરણનો શિકાર બનાવી ભગાવવાના કિસ્સાઓ દિનપ્રતિદિન વધતા જઈ રહ્યા છે. જે પૈકી મોટાભાગના કિસ્સાઓમાં સમાધાન કરાવી લેવાતા પ્રકાશમાં આવતા નથી.

ફતેપુરા તાલુકાની 16 વર્ષ 1 માસની સગીરાનું તા.10 જુલાઈના રોજ ઘરેથી ફોઈના ઘરે જવાનું જણાવી નીકળ્યા બાદ સરસવાપૂર્વ ગામના 5 સંતાનના પિતા શાંતિલાલ ડામોરે લલચાવી, પટાવી, ફોસલાવીને અથવા તો ધાક-ધમકી આપી તેના ઘરમાં પત્ની તરીકે રાખવાના ઈરાદાથી અપહરણ કરી ગયો હતો. ત્યાર બાદ સગીરાના પિતાને જાણ થતા સરસવા પૂર્વ ગામે જઈ અપહરણકારના પિતાને વાત કરતાં હાલ સગીરા તથા અપહરણકાર શાંતિલાલની તપાસ ચાલુ હોવાનું અને સગીરા મળી આવ્યેથી સગીરાનો કબજો પરત સોંપી દેવા જણાવ્યુ હતું.

પરંતુ સમય થવા છતાં કબજો પરત નહીં શોપતાં સગીરાના પિતાએ સુખસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા અપહરણકાર શાંતિલાલ મંગળાભાઈ ડામોરની વિરુદ્ધમાં અપહરણ, ગેરકાયદે ગોંધી રાખવા સહિત પોકસો કલમ-8 મુજબ કાયદેસરનો ગુનો દાખલ કરી સુખસર પોલીસે અપહરણકારની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: