ક્રાઇમ: લીમખેડાથી 37 હજારના દારૂ સાથે 2 મહિલા ઝડપાઇ

લીમખેડા36 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • ઝાલોદની બંને મહિલાઓ દારૂ સાથે વાહનની રાહ જોતી હતી

લીમખેડાના શાસ્ત્રીચોકમાં વાહનની રાહ જોઇ ઉભેલી ઝાલોદ તાલુકાની બે મહિલા પાસેના થેલામાંથી દારૂ મળી આવ્યો હતો. પોલીસે 37 હજાર ઉપરાંતના પ્રોહી મુદ્દામાલ સાથે બન્ને મહિલા ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના વખતપુરા ગામની વનીતાબેન દિનેશભાઈ હાંડા તથા ગામડી ગામની કસુડબેન કાળુભાઈ ડામોર લીમખેડા શાસ્ત્રીચોકમાં પોતાની પાસેના વિમલ ગુટકાના થેલાઓમાં ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે કોઈક વાહનની રાહ જોઇને ઉભી હોવાની બાતમી અંગત બાતમીદાર દ્વારા લીમખેડા પોલીસને મળી હતી.

જેથી લીમખેડા પોલીસે મહિલા પોલીસને સાથે રાખી શાસ્ત્રીચોક બસસ્ટોપ વિસ્તારમાંથી બંને મહિલાઓને 37,600 રૂપિયાની કિંમતની 376 બોટલ ઇંગ્લિશ દારૂ ભરેલા વિમલ ગુટકાના થેલા સાથે ઝડપી પાડી હતી. પોલીસે દારૂનો જથ્થો જપ્ત કરી બંને મહિલાઓ વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.


Related News

Comments are Closed

%d bloggers like this: