ક્રાઇમ: મિત્રની મદદથી બાવકાના યુવકે અપહરણ કરી દુષ્કર્મ આચર્યું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ/લીમખેડા2 કલાક પહેલા

  • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar

પ્રતિકારત્મક તસ્વીર

  • લીમખેડા, દાહોદ તાલુકાથી બે સગીરાના અપહરણ
  • સુરેલીના યુવકે દાહોદથી લગ્નના ઇરાદે અપહરણ કર્યું

દાહોદ જિલ્લામાંથી લગ્નના ઇરાદે બે તરૂણીના અપહરણ થયા હતા. જેમાં લીમખેડા તાલુકામાંથી બાવકા ગામના યુવકે તેના મિત્રની મદદથી સગીરાનું અપહરણ કરી તેની મરજી વિરૂદ્ધ દુષ્કર્મ આચર્યુ હતું. તેમજ પંચમહાલના સુરેલી ગામના યુવકે દાહોદ તાલુકાની એક તરૂણીને પોતાની પત્ની તરીકે રાખવા અપહરણ કરી ગયાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઇ હતી.ચીલાકોટા ગામની સગીરા રાત્રિના નવેક વાગ્યે તેનાં કાકાના ઘરે ટીવી જોવા ગઈ હતી. ત્યાંથી બાવકા ગામનો ડીજે ગાડીનો ચાલક ભાવેશ રામસિંગ જાદવ સગીરાને પટાવી ફોસલાવી છેતરીને પોતાની વાસના સંતોષવાના ઇરાદે તેનાં અન્ય સાગરીતની મદદથી સગીરાને બાઈક ઉપર બેસાડી બાવકા લઈ ગયો હતો.

તેમજ સગીરાની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ વહેલી સવારે સગીરાને બાઈક ઉપર તેના ઘરથી થોડે દૂર લાવી છોડી ગયો હતો. બનાવ સંદર્ભે સગીરાએ ભાવેશ જાદવ તથા તેના સાગરીત વિરૂદ્ધ લીમખેડા પોલીસ મથકમાં ફરીયદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના સુરેલી ગામનો અક્ષય ગુલાબ પગી તા.4થી ફેબ્રુઆરીના રોજ બપોરના સમયે દાહોદ તાલુકાના એક ગામની 17 વર્ષની તરૂણીને લલચાવી ફોસલાવી બળજબરીપૂર્વક પોતાની પત્ની તરીકે રાખવા અપહરણ કરી લઇ ગયો હતો.

પરિવારજનોએ સગીરાની ગામમાં તથા સગાસંબંધીમાં શોધખોળ કરવામાં હતી પરંતુ કોઇ પત્તો લાગ્યો ન હતો. જોકે ત્યારબાદની શોધખોળ દરમિયાન પંચમહાલ જિલ્લાના સુરેલી ગામનો અક્ષય ગુલાબ પગી પોતાની પત્ની તરીકે રાખવા અપહરણ કરી ગયો હોવાનું જાણવા મળતા સગીરાના પિતાએ અક્ષય વિરૂદ્ધ ફરિયાદના આધારે પોલીસે અપહરણ તથા પોક્સોની ધારા હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.


Related News

Comments are Closed

%d bloggers like this: