ક્રાઇમ: ભીંટોડીમાં જાનૈયાઓ ઉપર હુમલો કરતાં સાત ઘાયલ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસ્વીર - Divya Bhaskar

પ્રતિકાત્મક તસ્વીર

  • અગાઉ મજૂરો સાથે કામ કરાવવા મુદ્દેની બોલાચાલીમાં હુમલો, 11 સામે ગુનો નોંધ્યો
  • ખંગેલાના લોકો જાન લઇને આવ્યા હતા

દાહોદ તાલુકાના ભીંટોડી ગામે 11 જેટલા સશસ્ત્ર ઈસમોના ટોળાએ ખંગેલાના જાનૈયાઓ પર સશસ્ત્ર હુમલો કર્યો હતો. આ હુમલામાં સાત જેટલી વ્યક્તિઓને ઇજા થઇ હતી. ટોળાંએ ધિંગાણું મચાવતા ભારે નાસભાગ મચી ગઇ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર ખંગેલા ગામના મોટા ફળિયામાં રહેતા સુકીયાભાઈ સુમલાભાઈ પરમારના છોકરાની જાન લઈને જાનૈયાઓ ભીંટોડી ગામે ગયા હતા. તે દરમિયાન રાતીગાર ગામના કાસના ફળિયાના રમેશ મેરસીંગ ડામોર, રાકેશ મેરસીંગ ડામોર, સુરેશ મેરસીંગ ડામોર, સુમા હરસીંગ ડામોર, શૈલેષ હરસીંગ ડામોર, સમનેશ રમેશ મખોડીયા તથા ભીટોડી, ગામના સનીયા હરસીંગ ડામોર, અમરા મોતી ડામોર, બોડા જોગડા ડામોર, કિરણ સમુડા ડામોર તેમજ વિનુ મેરસીંગ ડામોરે એક સંપ કરી ગેરકાયદેસર મંડળી બનાવી ધારીયું, લોખંડની પાઈપ તથા ડાંગો જેવા મારક હથિયારો સાથે ધસી આવ્યા હતા.

મજૂરો સાથે કામ કરાવવા બાબતે બોલાચાલી થઈ હતી. જેની અદાવત રાખી કીકીયારીઓ કરી બેફામ ગાળો બોલી જાનમાં આવેલા મકનભાઈને ડાંગ મારી શરીરે તથા ડાબા હાથના ખભા પર ઈજા કરી હતી. બરસીંગભાઈને શરીરે તેમજ ડાબા હાથના ખભા પર ગંભીર ઈજા કરી હતી. જ્યારે બરસીંગભાઈને શરીરે તેમજ ડાબા હાથે ધારીયું મારી ડાબો હાથ કાંડામાંથી ભાગી નાંખી ગંભીર ઈજા પહોંચાડી હતી. માજુભાઈને લોખંડની પાઈપ વડે માર મારી પીઠના ભાગે તથા બંને પગે ઈજાઓ પહોંચાડી હતી. ચતુરભાઈને જમણા હાથે ધારીયું મારી કોણીથી નીચે જમણા હાથ ભાંગી નાંખી ગંભીત ઈજા પહોંચાડી હતી.

નનસુભાઈને માથાના ભાગે તથા ડાબા હાથે કોણીથી નીચે ફ્રેક્ચર કરી મુકેશભાઈને ડાંગવડે માર મારી માથામાં તથા ડાબા હાથના અંગુઠા પર ઈજા થઇ હતી તથા ગુકીયાભાઈ સુમલાભાઈ પરમારને પણ ઈજાઓ પહોંચાડી ધિંગાણું મચાવતાં વિસ્તારમાં નાસભાગ મચી ગઇ હતી. આ સંદર્ભે ઈજાગ્રસ્ત સુકીયાભાઈ પરમારે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે કતવારા પોલીસ દ્વારા 11 જેટલા હુમલાખોરો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો, તેમજ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: