ક્રાઇમ: બારિયા તાલુકામાં મહિલા સાથે મારામારી કરી દુષ્કર્મ, પરિણીતાની પોલીસમાં ફરિયાદ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ4 કલાક પહેલા

  • કૉપી લિંક

દેવગઢ બારિયા તાલુકાના એક ગામમાં ઘાસનો ભારો લઇને આવતી પરીણિતાની એકલતાનો લાભ લઇને ગામના જ યુવકે માર મારીને બળજબરીથી દુષ્કર્મ આચરી મોતની ધમકી આપી હતી. દે. બારિયા તા.ની પરીણિતા ખેતરેથી ઘાસનો ભારો લઇને ઘર તરફ જઇ રહી હતી. ત્યારે તેની એકલતાનો લાભ લઇને શૈલેષ ઇશ્વર બારિયા નામક યુવકે તેની ઉપર નજર બગાડી હતી. પરિણિતાની એકલતાનો લાભ લઇને તેણે ખેંચતાણ કરી હતી. પરીણિતા વશ નહીં થતાં શૈલેષે તેના મોઢા ઉપર બે મુક્કા મારીને વશમાં કરી હતી. નજીકના ખેતરમાં ખેંચી જઇને તેની સાથે બળપૂર્વક દુષ્કર્મ આચરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ભયભિત પરીણિતાએ હિંમત એકઠી કરીને અંતે તેણે પોતાના પરિવારને આ ઘટનાની જાણ કરી હતી. પરીણિતાએ આ અંગે સાગટાળા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ઇશ્વરની ફરિયાદના આધારે ગુનો દાખલ કર્યાે છે.






Related News

Comments are Closed

%d bloggers like this: