ક્રાઇમ: નાનીખરજમાં કુહાડીની મુદર મારી 1નું માથંુ ફોડ્યું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • ચાર સામે પોલીસ ફરિયાદ નોંધાવી

દાહોદ તાલુકાના મોટીખરજ ગામના સમસુભાઇ શનુભાઇ પરમાર નાની ખરજ ગામે તેમના કાકાના છોકરા બદુભાઇ નરસિંગભાઇ પરમારના ઘરે જવા ચાલતા નીકળ્યા હતા. ત્યારે કમલેશ રત્ના સંગાડીયા, હરીશ રત્ના સંગાડીયા, અજય કમલેશ સંગાડીયા અને રીકેશ નંદુ સંગાડીયા તેમના ખેતરમાં પાણી વાળતાં હતા.

ત્યારે કમલેશ રત્ના સંગાડીયાએ ખેતર પાસેથી પસાર થતાં સમસુભાઇ પરમારે કમરે બાંધેલ સાલનો છેડો ખેચી લાસ છોડી આપેલ જેથી તેને સાલ કેમ છોડી આપી આપી તેમ કહેતાં એકદમ ઉશ્કેરાઇ તેના હાથણાના પાવડાની મુદર માથામાં મારી ચામડી ફાટી નાખી લોહી લુહાણ કર્યો હતો. તેમજ બાકીના ત્રણેય જણાએ બિભત્સ ગાળો બોલી ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. ઇજાગ્રસ્તને ખાનગી વાહનમાં બેસાડી દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવા્યો હતો. દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.


Related News

Comments are Closed

%d bloggers like this: