ક્રાઇમ: નળુ ગામે મહિલા સાથે યુવકનો દુષ્કર્મનો પ્રયાસ, પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદએક કલાક પહેલા

  • કૉપી લિંક

દાહોદ જિલ્લાના ધાનપુરના નળુ ગામે એક મહિલા પોતાના ઘરમાં મિઠી નિંદર માણી રહી હતી. ત્યારે ગામનો જ એક લંપટ યુવક તેના ઘરે આવી લાકડી વડે માર મારી તેની સાથે દુષ્કર્મ કરવાની કોશીષ કરી મારી નાખવાની ધાકધમકી આપતાં મહિલાએ ધાનપુર પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના નળુ ગામની 37 વર્ષિય મહિલા સાંજના સમયે પોતાના ઘરમાં ઉંઘી રહી હતી. ત્યારે ગામનો જ અરવિંદ રતન વાદી તેના ઘરે જઇ ઉંઘી રહેલી મહિલાને લાકડીનો માર મારી તેની સાથે શારીરિક છેડછાડ કરી દુષ્કર્મ કરવાની કોશીષ કરી ધાકધમકી આપી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી ભાગી ગયો હતો. આ સંદર્ભે મહિલાએ લંપટ યુવક સામે ધાનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી યુવક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: