ક્રાઇમ: ધાવડિયાની હત્યામાં 3 ભાઇ સહિત 6 જણને આજીવન કેદ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક
  • જમીન અદાવતે પિતરાઇને રહેંસ્યો હતો
  • વર્ષ 2018માં ખૂની ખેલ ખેલાયો હતો

ઝાલોદ તાલુકાના ધાવડિયા ગામે જમીન સબંધિ અદાવતમાં પિતરાઇ ઉપર હિંસક હુમલો કરીને તેની હત્યા કરી દેવાના ગુનામાં દાહોદ કોર્ટે ત્રણ સગાભાઇ સહિત એક જ પરિવારના છ લોકોને આજીવન કેદની સજા ફટકારતા ખળભળાટ મચી ગયો હતો. આ સાથે 6 એને 1-1 હજાર રૂપિયાનો દંડ પણ કરવામાં આવ્યો હતો.

ઝાલોદ તાલુકાના ધાવડિયા ગામના બોરવા ફળિયામાં રહેતો નીલેશ સેવલા ભાભોર 30 જુન 2018ની સાંજે ખેતરેથી ઘરે આવી રહ્યો હતો. ત્યારે સાંજના 7.30 વાગ્યાના અરસામાં સગા કાકા બચુ સેવલા ભાભોર, રમેશ ભીમજી ભાભોર, સોમલા બચુ ભાભોર, હીરા બચુ ભાભોર, બકુલ બચુ ભાભોર, લાલા ગલા ભાભોરે એક સંપ થઇને નીલેશભાઇ સાથે તકરાર કરી હતી. તમે અમને વેચાણ રાખેલી જમીનનો ભાગ કેમ આપતા નથી તેમ કહીને કુહાડી અને તલવાર વડે હુમલો કરી હત્યા કરી દેવાઇ હતી.

આ કેસ દાહોદની ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં ચાલી જતાં સરકારી વકિલ એ. કે. પરીખની દલિલો અને પુરાવાને ગ્રાહ્ય રાખીને ત્રીજા એડીશ્નલ સેશન્સ જજે ગુનામાં સામેલ તમામ 6ને આજીવન કેદની સજા ફટકારી હતી. આ સાથે દરેકને એક હજાર રૂપિયાનો દંડ અને દંડ નહીં ભરે તો 6 માસની સાદી કેદની સજા સંભળાવતા કોર્ટ સંકુલમાં ખળભળાટ મચી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: