ક્રાઇમ: દેવધામાં ઘરમાંથી પાંચ પેટી બિયર મળતાં બૂટલેગર સામે ગુનો દાખલ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગરબાડા2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • રૂા.13,800ની કિંમતનો બિયરનો જથ્થો કબજે લીધો
  • વનરાજ સંગાડા વિરુદ્ધ ગરબાડા પોલીસ મથકે ફરિયાદ

દાહોદ એલ.સી.બી. સ્ટાફે બાતમી મળતાં ગરબાડા તાલુકાના દેવધામાં એક ઘરમાંથી પાંચ પેટી બીયર ઝડપી પાડ્યો હતો. 13,800નો મુદ્દામાલ કબ્જે લઇ દેવધાના યુવક સામે ગરબાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.દાહોદ પોલીસ અધિક્ષકે એલ.સી.બી. પી.આઇ. બી.ડી.શાહને જિલ્લામાં પ્રોહીબિશનની અસામાજીક પ્રવૃત્તિઓ નેસ્તનાબુદ કરવા માટે સુચના આપતાં ગતરોજ એલ.સી.બી. સ્ટાફના માણસો ગરબાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં નિકળ્યા હતા.

ત્યારે પી.આઇ. બી.ડી.શાહને ફોનથી માહિતી મળી હતી કે દેવધા ગામે ભગત ફળિયામાં રહેતો વનરાજ કનુ સંગાડા તેના ઘરમાં વિદેશી દારૂ લાવી છુટક વેચાણ કરે છે. જેના આધારે એલ.સી.બી. સ્ટાફે તેના ઘરે રેઇડ કરતાં તે હાજર મળી આવ્યો ન હતો. મકાનમાં તપાસ કરતાં અંદરના રૂમમાં એક ખુણામાં કંતાનના થેલાઓ નીચે વિદેશી દારની બીયરની નંગ 5 પેટીઓ જેમાં કુલ 120 બોટલો જેની કિંમત 13,800ની મળી આવી હતી. જથ્થો કબ્જે લઇ વનરાજ કનુ સંગાડા વિરૂદ્ધ ગરબાડા પોલીસ મથકે પ્રોહી એક્ટ મુજબ ગુનો નોંધવતાં ગરબાડા પોલીસે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.


Related News

Comments are Closed

%d bloggers like this: