ક્રાઇમ: દાહોદમાં ઘરમાં બે બાળકોને બાનમાં લઇને મોડીસાંજે લાખોની મતાની લૂંટ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • દાગીના અને રોકડ લૂંટી જતાં શહેરમાં ખળભળાટ

દાહોદ શહેરના ગોવિંદ નગર વિસ્તારમાં પાણી માંગવાના બહાને ઘરમાં ઘૂસીને બે બાળકોને બાનમાં લઇને સોનાના દાગીના અને રોકડા રૂપિયાની લૂંટ કરી જતાં શહેરમાં ખળભળાટ મચ્યો હતો. કેટલાની લૂંટ થઇ છે તે ચોક્કસ આંકડો મળ્યો નથી પરંતુ 20થી 30 લાખ રૂપિયાનો મુદ્દામાલ લૂંટાયો હોવાની ચર્ચા સાંભળવા મળી હતી.

દાહોદ શહેરના ગોવિંદ નગર વિસ્તારમાં રહેતા રાકેશકુમાર સિંગ રેલવે વિભાગમાં ઉચ્ચ હોદ્દા પર ફરજ બજાવે છે. સોમવારે મોડી સાંજે તેઓ પત્ની સાથે બજારમાં કામ અર્થે ગયા હતા. આ વખતે તેમની આશરે 13 વર્ષિય દીકરી અને સાકર વર્ષનો દીકરો ઘરે જ હતા. આ તકનો લાભ લઇને આવેલા ચાર લૂંટારુઓએ પીવાનું પાણી માંગવાના બહાને બારણું ખોલાવ્યું હતું. બારણું ખોલતાની સાથે ઘરમાં પ્રવેશી બાળકી અને તેના ભાઇ સાથે મારામારી કરીને બાનમાં લીધા હતા. ઘરના ઉપરના માળે લઇ જઇને લૂટારુ તીજોરીમાંથી સોનાના દાગીના અને રોકડા રૂપિયાની લૂંટ કરી ગયા હતા.

લૂંટનો આંકડો 20થી 30 લાખ રૂપિયાનો હોવાનું કહેવાઇ રહ્યું છે. ઘટનાના પગલે પોલીસે દોડી જઇને તપાસ હાથ ધરી હતી. દિવાળી પૂર્વે લૂંટની ઘટનાથી ગોવિંદ નગર વિસ્તાર સાથે આખા શહેરમાં ખળભળાટ મચ્યો હતો. સમાચાર લખાયા સુધી આ બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ ન હતી.






Related News

Comments are Closed

%d bloggers like this: