ક્રાઇમ: ‘તળાવની તૂટેલી પાળ પુરતા કેમ નથી’ કહી કુટુંબીનો લાકડીથી હુમલો

દાહોદ4 કલાક પહેલા

  • કૉપી લિંક
  • મારામારીને અંજામ આપનારા ચાર લોકો સામે ગુનો

ભીટોડીમાં કુટુંબીના ઘરે જઇ ઉહરીવાળી તળાઇની તુટેલી પાળ પુરતા કેમ નથી કહી ઉશ્કેરાઇ જઇ લાકડી મારી એકને હાથના કાંડા ઉપર તથા ડાબા પગે મુંઢ ઇજા કરી હતી. આ વખતે છોડાવવા વચ્ચે પડેલા બેને પણ માર મારી તેમજ જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. 4 લોકો સામે કતવારા પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો.

ભીટોડીના દિલીપ મના ડામોર ગુરૂવારના રોજ રાત્રીના આઠ વાગ્યાના અરસામાં તેમના કુટુંબી વિનોદભાઇ ટીટુભાઇ ડામોરના ઘરે જઇ ગાળો બોલવા લાગેલ અને ઘરના દરવાજાને લાત મારી ઉહરીવાળી તળાઇની પાળ ઉપર ખાડો પડી ગયો છે તે પુરતા કેમ નથી કહી ગાળો બોલતો હતો. જેથી છત્રસિંહભાઇએ ગાળો બોલવાની ના પાડતાં દિલીપ ડામોર એકદમ ઉશ્કેરાઇ જઇ લાકડી લઇ દોડી આવી છત્રસિંહને ડાબા હાથના કાંડા ઉપર તથા ડાબા પગે લાકડી મારી મુંઢ ઇજા કરી હતી.

આ દરમિયાન દિનેશભાઇ તથા વિનોદભાઇ છોડાવવા વચ્ચે પડતાં જોરસીંગ અંતીત ડામોર, વજા પાસુડીયા મછાર તથા મહેન્દ્ર અતિત ડામોરે ગડદાપાટુનો માર માર્યો હતો. તેમજ દિનેશભાઇને માથાના ભાગે બરસી મારી ચામડી ફાટી નાખી લોહીલુહાણ કરી કર્યા હતા. આ દરમિયાન આજુબાજુમાંથી લોકો દોડી આવતાં ચારેય હુમલાખોરો ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપતા નાસી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: