ક્રાઇમ: જમીન ખેડવા લાકડીઓથી હુમલો કરતાં રળીયાતીમાં 3 લોકો ઘાયલ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક
  • કોર્ટમાંથી નિકાલ પછી ખેડવાનું કહેતાં આરોપીઓનો હુમલો
  • હુમલો કરી ગડદાપાટુનો માર મારનાર ચાર સામે ફરિયાદ

દાહોદ તાલુકાના રળીયાતીમાં કોર્ટમાં કેસ વાળી જમીનમાં ખેડવા મુદ્દે કુટુંબીઓ વચ્ચે તકરાર થતાં લાકડીઓ વડે હુમલો કરી ત્રણ વ્યક્તિને ઇજા પહોંચાડતા ચાર લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.રળીયાતી ગામના સુંવાળી ફળિયામાં રહેતા ધારૂભાઇ લુજાભાઇ મિનામાં તથા કાકાનો છોકરો નવસિંગભાઇ રાવજીભાઇ મિનામા તેમના કુવાવાળા ખેતરે ગયા હતા.

ત્યારે મોટા કાકાના છોકરા કલસિંગભાઇ રમસુભાઇ મિનામા, સુભાષભાઇ સુમલાભાઇ મિનામા, વિજયભાઇ બદીયાભાઇ મિનામા તથા બદીયાભાઇ કશનાભાઇ મિનામા તેમના ખેતરમાં ખેડવા માટે આવ્યા હતા. જેથી તેમને ખેતર ખેડવા તથા ગાળો બોલવાની ના પાડી આ જમીનનો કેસ કોર્ટમાં ચાલતો હોય કોર્ટમાંથી નિકાલ આવે તે રીતે જમીન ખેડીશુ તેમ કહેતા તમામ લોકો ઉશ્કેરાઇ ગયા હતા અને લાકડીઓથી હુમલો કરતાં ધારૂભાઇ મિનામાને માથામાં તથા રામુભાઇ લુજાભાઇને બન્ને પગે તથા બરડાના ભાગે લાકડી મારી સોળ પાડી દીધા હતા. તેમજ નવસિંગભાઇ રાવજીભાઇ મિનામાને પણ ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકીઓ આપતાં દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: