ક્રાઇમ: ઘરની સીડી ચઢવા ઉતરવા મુદ્દે તકરાર કાકાએ છરી હુલાવતાં ભત્રીજાનું મોત
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ40 મિનિટ પહેલા
- કૉપી લિંક

કાકાની તસવીર
- ભાઇની વહુ અને ભત્રીજો બહારથી આવતાં સીડી ચઢતાં હતા
- માતા પર છરી વડે હુમલો કરતાં પુત્ર છોડાવવા વચ્ચે પડ્યો હતો
દાહોદના સૈફી મહોલ્લામાં એક જ મકાનમાં ઉપર નીચે રહેતા બે ભાઇઓ વચ્ચે કચરા તથા ચઢવા ઉતરવા મુદ્દે ગુરૂવારની રાત્રે થયેલી તકરાર ઉગ્ર સ્વરૂપ પરિણમતાં એક વ્યક્તિએ છરીથી એક મહિલા સહિત બે લોકો ઉપર હુમલો કરતાં 18 વર્ષિય છોકરાનું સ્થળ ઉપર મોત નિપજ્યું હતું. આ સંદર્ભે દાહોદ તાલુકા શહેર પોલીસને જાણ કરતાં કાર્યવાહી હાથ ધરી હતી.દાહોદ શહેરના સૈફી મહોલ્લા ભોઇવાડાની ખુંટ પર એક જ મકાનમાં ઉપર નીચે રહેતા બે સગાભાઇઓ મોહમ્મદભાઇ મન્સુરી તથા શાહનવાજ મહોમંદભાઇ મન્સુરી વચ્ચે કચરા તથા ચઢવા ઉતરવા મુદ્દે અવારનવાર તકરાર થતી રહેતી હતી. જેમાં ગતરોજ ગુરૂવારની રાત્રીના સમયે પણ ઇમરાનભાઇ મન્સુરીની પત્ની ફરજાનાબેન તથા 18 વર્ષિય પુત્ર શાહનવાબઅલી બહારથી પોતાના ઘરે આવી સીડી ચઢતા હતા.
ત્યારે શાહનવાજ મન્સુરીએ ગુલ્લે થઇ મોડે સુધી શુ ચઢ ઉતર કર્યા કરો છો તેમ કહેતા બન્ને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી અને શાહનવાજ મન્સુરીએ પોતાના ભાઇની પત્ની ફરજાનાબેનને ગાળો બોલી મારી નાખવાના ઇરાદે છરી વડે જમણા હાથે ખભા પર કોણી તથા કાંડાના વચ્ચેના ભાગે તેમજ ડાબા હાથના બાવળા પર ઘા મારી જીવલેણ ઇજાઓ પહોંચાડી હતી. આ દરમિયાન માતાને છોડાવવા વચ્ચે પડેલા છોકરા શાહનવાબઅલીને ડાબા ખભાની નીચે છાતીના ભાગે છરીનો ઘા મારી દેતાં તેનું ઘટના સ્થળે કમકમાટી ભર્યુ મોત નિપજ્યું હતું.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed