ક્રાઇમ: ખેતરમાં પાણી ફેરવવા મુદ્દે કુટુંબીએ પેટમાં ઇંટ મારતાં ઇજા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ6 કલાક પહેલા

  • કૉપી લિંક
  • મંડોરમાં બે વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી

દાહોદ તાલુકાના મંડોર ગામના પરમાર ફળિયામાં રહેતા સોમજીભાઇ મંગળાભાઇ પરમાર અને તેમના પત્ની બેનકીબેન તા.24 નવેમ્બરના રોજ બપોરના સમયે તેમના ઘરે હતા. ત્યારે તેમના કુટુમ્બી કમલેશભાઇ દિતાભાઇ પરમાર અને પ્રવિણભાઇ ભારતભાઇ પરમાર બન્ને જણા ગાળો બોલતા બુકણીઓ કરતા તેમના ઘરે આવતા સોમજીભાઇએ તેમને ગાળો કેમ બોલો છો તેમ કહેતા બન્ને જણા એકદમ ઉશ્કેરાઇ જઇ અમને પાણી કેમ ખેતરમાં ફેરવવા દેતા નથી તેમ કહી સોમજીભાઇને ગડદાપાટુનો માર મારવા લાગ્યા હતા.

નજીકમાંથી ઇંટ ઉઠાવી છુટ્ટી મારી પેટમાં તેમજ શરીરે વાગતાં બેભાન થઇ ગયા હતા. આ દરમિયાન સોમજીભાઇની પત્ની છોડાવવા વચ્ચે પડતા તેને પણ ઇંટો તથા ગડદાપાટુનો માર મારી ઇજા પહોંચાડી હતી. આ દરમિયાન બુમાબુમ થતાં નજીકના ખેતરમાં કામ કરતો છોકરો તથા વહુ આવી અને વધુ મારથી બચાવ્યા હતા. આ સંદર્ભે બેનકીબેન સોમજીભાઇ પરમારે બન્ને હુમલાખોર વિરૂદ્ધ ધાનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.


Related News

Comments are Closed

%d bloggers like this: