કૌભાંડનો પર્દાફાશ: IOCના વાલ્વથી ઢાબા સુધી પાઇપ ખેંચી 3 દિવસમાં 12000 લિટર ડીઝલની ચોરી
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ2 કલાક પહેલા
- કૉપી લિંક

દાહોદ શહેર નજીક છાપરીમાં IOCની પાઇપ લાઇનમાંથી ડીઝલ ચોરીનું કૌભાંડ ઝડપાયું હતું.
- છાપરીમાં બાંસવાડા હાઇવે ઉપર ચામુંડા ઢાબા હોટલના સંચાલક સહિત ત્રણ લોકોનું કૌભાંડ
- 7.75 લાખ રૂપિયાનું ડીઝલ વગે કરી નાખ્યું આઇઓસીના એન્જિનિયર દ્વારા પોલીસ ફરિયાદ
- કૌભાંડમાં જિલ્લાના ગાંગરડી, દેલસર અને નળવાઇના યુવકોની સંડોવણી સામે આવી
દાહોદ શહેર નજીક છાપરી ગામે બાંસવાડા હાઇવે ઉપર IOCના વાલ્વમાં પાઇપ ફીટ કરીને નજીક આવેલા ઢાબા સુધી લઇ જઇ માત્ર ત્રણ જ દિવસમાં 12 હજાર લિટર ડિઝલ વગે નાખવાના કૌભાંડનો પર્દાફાશ થતાં ખળભળાટ મચી ગયો હતો. આ કૌભાંડમાં ગાંગરડી, દેલસર અને નળવાઇના યુવકોની સંડોવણી સામે આવી છે. IOCના એન્જીનિયરની ફરિયાદના આધારે દાહોદ તાલુકા પોલીસે 7.50 લાખ રૂપિયાના ડિઝલ ચોરી સહિતનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરાના કોયલીથી ઇન્ડીયન ઓઇલ કોર્પોરેશનની પાઇપ લાઇન દાહોદ તાલુકાના છાપરી થઇ ખેંગ, ઉંડાર થઇ મધ્ય પ્રદેશમાં જાય છે. 23 તારીખની સવારે દાહોદ તાલુકા સાઇડની પાઇપ લાઇનમાં પ્રેશર ડ્રોપ આવતુ હોવાનું અધિકારીઓને જણાયુ હતું. કંપનીના ડેપ્યુટી જનરલ એન.કે સિન્હાએ આ બાબતની જાણ કંપનીના સિનિયર ઓપરેશન એન્ડ મેન્ટેનેન્સ એન્જીનિયર શશીકાન્ત શર્માને કરી હતી. જેથી લોકેશનના આધારે આસિ.મેનેજર સંયોગકુમાર, ડીજીઆર સુપરવાઇઝર ચીમનભાઇ તડવી તથા સિક્યુરીટી ગાર્ડ દિનુભાઇ પરમાર તપાસ કરતાં જઇ 24મી તારીખે છાપરી પહોંચ્યા હતાં. ત્યાં IOCની પાઇપ લાઇન ઉપર નવી માટી નાખેલી જણાતા શંકા ગઇ હતી. ત્યાર બાદ પોલીસને સાથે રાખી ખોદકામ કરાવતા આખા કૌભાંડનો પર્દાફાશ થયો હતો.

આ કૃત્યમાં ગરબાડા તાલુકાના નળવાઇ ગામના સુરેશભાઇ હીરાભાઇ બામણિયા, દેલસર ગામના ડુંગરી ફળિયાના કાન્તીભાઇ ભીમાભાઇ બામણિયા અને ગાંગરડી ગામના સંજયભાઇ માનાભાઇ ડામોરની સંડોવણી હતી. વાલ્વથી માંડીને ઢાબાના અંદર સુધી પાઇપલાઇન ફીટ કરીને માત્ર 3 દિવસમાં 12 હજાર લિટર ડિઝલની ચોરી થઇ હોવાનું જણાયુ હતુ અને તેની કિંમત 7.50 લાખ રૂપિયા આંકવામાં આવી હતી. શશીકાન્ત શર્માની ફરિયાદના આધારે દાહોદ તાલુકા પોલીસે ત્રણે યુવકો સામે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.
દાદાગીરી કરતાં પોલીસ તપાસમાં ઘટસ્ફોટ :23મી તારીખે IOCની ટીમ તપાસ કરવા જતાં તેમને પાઇપ લાઇન ઉપર નવી માટી જોવા મળી હતી. જેથી ઢાબા ઉપર હાજર સુરેશ, કાન્તી અને સંજયની પુછપરછ કરવામાં આવી હતી. તેમને ડિઝલની વાસ આવતી હોવાનું અધિકારીઓ દ્વારા કહેવામાં આવતાં તેમણે અમને કોઇ વાસ આવતી નથી તેમ જણાવ્યુ હતું. આ ઉપરાંત નવી માટી મામલે અમે અમારી જમીનમાં કંઇ પણ કરીયે તમને શું તેમ કહીને દાદાગીરી પણ કરવામાં આવતાં શંકાના આધારે પોલીસને સાથે રાખી તપાસમાં ડિઝલ ચોરીનો ઘટસ્ફોટ થયો હતો.

35 મીટર પાઇપ લાઇન પાથરી આ રીતે ચોરી કરાતી
IOCની પાઇપ લાઇના વાલ્વ પર ટોળકી દ્વારા સીફતપૂર્વક ડ્રીલ કરીને ડબલ ફિલ્ટર વાલ્વ ફીટ કરી દીધુ હતું. તે વાલ્વ સાથે લોખંડની નાની પાઇપ લાઇન જોડાઇ હતી. વાલ્વથી ઢાબા સુધી 35 મી. લાંબી પાઇપ જમીન નીચે દાટી દઇ તે ઢાબાની અંદરના ભાગ સુધી લઇ જવાઇ હતી. આ પાઇપના છેડે ચાલુ બંધ કરવાનું હેન્ડલ પણ ફીટ જોડીને ડિઝલની ચોરી કરવામાં આવતી હતી.
એક્સપર્ટની સંડોવણીની પણ આશંકા
ડિઝલ ચોરીમાં હાલ 3 લોકો સામે ગુનો દાખલ થયો છે. જોકે, IOCની પાઇપ લાઇનના વાલ્વ ઉપર ડ્રીલ કરીને વાલ્વ ફીટની કામગીરી જાણકાર દ્વારા જ થઇ શકે તેમ છે. પુરવઠો કયા સમયે ચાલુ હોય છે કયા સમયે બંધ તે વાત પણ આ કામગીરી દરમિયાન ધ્યાન રખાતી હોય છે ત્યારે કોઇ એક્સપર્ટની આ કૌભાંડમાં સંડોવણી હોવાની આશંકા નકારી શકાય તેમ નથી.
Related News
તકેદારીના પગલાં: દાહોદ જિલ્લામાં પ્રથમ ખાનગી કોવિડ કેર સેન્ટર ઝાલોદમાં ખુલશે, ત્રણ ખાનગી હોસ્પિટલને કોરોનાની સારવાર માટે માન્યતા અપાઇ
Gujarati News Local Gujarat Dahod First Private Covid Care Center To Open In Jhalod InRead More
ફફડાટ: દાહોદ પાસે પાવડી એસઆરપી ગ્રુપમાં સાગમટે 47 જવાનો કોરોના પોઝિટિવ આવતાં હાહાકાર, તામિલનાડુની ચૂંટણીના બંદોબસ્તમાં ગયા હતા
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલાRead More
Comments are Closed