કોવિડ સેન્ટર શોભાના ગાંઠિયા: દાહોદમાં બલૈયાના કોવિડ સેન્ટરમાં દર્દીનું ખાતુ જ ખુલ્યુ નથી, સેન્ટરનું રજીસ્ટર પણ કોરુ ધાકોર

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • Not Only The Account Of The Patient Has Been Opened In The Kovid Center Of Balaiya In Dahod, The Register Of The Center Is Also Koru Dhakor.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક
  • જિલ્લામાં 732 કમ્યુનિટી કોવિડ કેર સેન્ટર શરુ કરવામાં આવ્યા છે

દાહોદ જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના વકરી ગયો છે. જેથી ગામડાઓમાં ઘેર ઘેર કોરોનાના ખાટલા છે. ગામડાઓમાં મૃત્યુ પણ થઇ રહ્યાં છે. ત્યારે હવે ગામડાઓમાં કોરોનાને કાબુમાં લેવાના પ્રયત્નો શરુ કરવામાં આવ્યા છે. જેમાં દાહોદ જિલ્લામાં 732 કમ્યુનિટી કોવિડ કેર સેન્ટર શરુ કરવામાં આવ્યા છે. પણ તેમાં બલૈયાના કોવિડ સેન્ટરમાં દર્દીનું ખાતુ જ ખુલ્યુ નથી. તથા સેન્ટરનું રજીસ્ટર પણ કોરુ ધાકોર છે.

ગ્રામ્ય વિસ્તારોમાં 3552 દર્દીઓ નોંધાઇ ચુક્યા છે

મોટા ભાગના કેર સેન્ટરમાં ગ્રામ્ય વિસ્તારના લોકો રહેવા માંગતા નથી. જેથી મોટા ભાગના સેન્ટર ખાલી છે અથવા ગણતરીના દર્દી તેનો લાભ લઇ રહ્યાં છે. ગઇકાલ સુધીમાં ગ્રામ્ય વિસ્તારોમાં 3552 દર્દીઓ નોંધાઇ ચુક્યા છે. ત્યારે પરિસ્થિતિ વધુ વણસે નહી તે ઇચ્છનિય છે. દાહોદ જિલ્લાના ગામડાઓમાં નાના નાના ઘરોમાં પરિવારો રહેતા હોય છે. જેથી એક ઘરમાં એક વ્યક્તિ પણ જો સંક્રમિત થાય તો પણ પરિવારના અન્ય સભ્યોને પણ તેનો ચેપ લાગવાની મહત્તમ શક્યતાઓ હોય છે. જેથી સરકારે ગામડાઓમાં કમ્યુનિટી કોવિડ કેર સેન્ટર શરુ કર્યા છે. હળવા લક્ષણો વાળા દર્દીઓને આવા સેન્ટરમાં રાખવામાં આવે છે.

સેન્ટરો શોભાના ગાંઠિયા સાબિત થઇ રહ્યાં છે.

દાહોદ જિલ્લામાં 699 ગામડાઓમાં સરકારી પ્રાથમિક શાળાઓમાં 732 જેટલા કમ્યુનિટી કોવિડ કેર સેન્ટર શરુ કરાયા છે. જેમાં આશા વર્કર અને આંગણવાડી તેમજ શિક્ષકોને દર્દીઓની સાર સંભાળની જવાબદારી આપવામાં આવી છે. બીજી તરફ આવા સેન્ટરો શોભાના ગાંઠિયા સાબિત થઇ રહ્યાં છે. કારણ કે મોટા ભાગના સેન્ટરોમાં કોઇ રહેતું નથી. કારણ કે મોટા ભાગના સેન્ટરો ખાલી ખમ છે. તેમજ ઘણે ઠેકાણે ખંભાતી તાળાં લટકી રહ્યા છે.

એક પણ દર્દી દાખલ થયેલો જોવા મળ્યો ન હતો

તેવા સમયે જિલ્લામાં ફતેપુરા તાલુકામાં આવેલા બલૈયામાં એપ્રિલ માસમાં કોરોનાના કેસ વધી ગયા હતા. તેમજ મૃત્યુ પણ થયા હતા. ત્યારે આ ગામમાં પંચાયત દ્વારા જિલ્લામાં સૌથી પહેલું સ્વૈચ્છિક બંધ કરાયુ હતુ. ત્યારે આ ગામમાં પણ કમ્યુનિટી કોવિડ કેર સેન્ટર શરુ કરવામાં આવ્યુ છે. પરંતુ તે નામ માત્રનુ જ રહી ગયુ છે. કારણ કે અહીં એક પણ દર્દી દાખલ થયેલો જોવા મળ્યો ન હતો. તાલુકા હેલ્થ ઓફિસરે જણાવ્યુ હતુ કે જ્યાં પોઝિટિવ દર્દી આવે ત્યાં સ્ટાફ જઇને સમજ આપે છે. અને દર્દીઓ દાખલ થાય તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: