કોરોના સામે લીમખેડા ગ્રાહક સહકારી મંડળીની શ્રેષ્ઠ કાર્યવાહી : મંત્રી બચુભાઇ ખાબડ

દિવ્ય ભાસ્કર

Aug 02, 2020, 04:00 AM IST

લીમખેડા. લીમખેડા ગ્રાહક સહકારી મંડળીના ચેરમેન સરતનભાઈ ચૌહાણ દ્વારા મંડળીમાં સમાવિષ્ટ શિક્ષક ભાઈ બહેનો તથા કર્મીઓને કોરોન ાસામે રોગપ્રતિકારક શક્તિ વધે તે માટે સરાહનીય પગલું ભર્યું છે. મંડળીના નફામાંથી 20 લાખના ખર્ચે અંદાજિત 1300ની કિંમતની તાંબાની એક બોટલ બે ગ્લાસ સેનીટાઇઝર પાંચ માસ્ક, ઉકાળાની 1500 કીટ મંડળીના સભ્યપદ કર્મીઓને વિતરણ કરી હતી.

મંત્રી બચુભાઇ ખાબડ તથા દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોરના હસ્તે કીટ વિતરણનો કાર્યક્રમ લીમખેડા વિજય હોટલના સભાખંડમાં યોજાયો હતો.મંડળી દ્વારા કોરોના સામે ગુજરાત સરકારને 1,1,1111નું અનુદાન અપાયું હતું.જેને સાંસદ તથા મંત્રીએ બિરદાવ્યું હતું. મંડળીના ચેરમેન સરતનભાઈ ચૌહાણે સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમમાં દાહોદ જિલ્લા હોમગાર્ડ કમાન્ડર સરદારસિંહ બારીયા, જિલ્લા શિક્ષણાધિકારી, પ્રાંત ,મામલતદાર ટીડીઓ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.






Related News

Comments are Closed

%d bloggers like this: