કોરોના સંક્રમણ વધ્યું: દાહોદ જિલ્લામાં 10 દિવસમાં 50 પ્રાથમિક શિક્ષકો કોરોના પોઝિટિવ થયા, સૌથી વધુ દેવગઢ બારીઆમાં 17 શિક્ષકો કોરોનાનો ભોગ બન્યા
- Gujarati News
- Local
- Gujarat
- Dahod
- In 10 Days, 50 Primary Teachers In Dahod District Tested Positive For Corona, The Highest Number Of 17 Teachers Fell Victim To Corona In Devgarh Baria.
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ2 કલાક પહેલા
- કૉપી લિંક

- માધ્યમિક બાદ હવે પ્રાથમિક શિક્ષકો પણ કોરોના પોઝિટિવ આવ્યા
- તમામ ક્ષેત્રના લોકો સહિત પરિવારો કોરોનાનો ભોગ બન્યા
દાહોદ જિલ્લામાં કોરોના વકરી રહ્યો છે. ત્યારે કોરોનાએ શિક્ષણ જગતને પણ ભરડામાં લીધુ હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે 10 દિવસમાં જ સરકારી પ્રાથમિક શાળાઓના જિલ્લામાંથી કુલ 50 શિક્ષક કોરોના પોઝિટિવ આવ્યા છે.
હાલમાં 148 જેટલા એક્ટિવ કેસ છે
દાહોદ જિલ્લામાં 27 માર્ચ સુધીમાં કુલ 3076 દર્દી નોંધાઈ ચુક્યા છે. કોરોના અને કોરોના સહિતની બીમારીને કારણે 102 વ્યક્તિઓના મૃત્યુ થયા છે. હાલમાં 148 જેટલા એક્ટિવ કેસ હોવાનું સરકારી આંકડા જણાવે છે. ત્યારે કોરોનાએ દરેક ક્ષેત્રના લોકો અને કેટલાયે પરિવારોને સંક્રમિત કર્યા છે. કોરોનાના સપાટામાંથી શિક્ષણ જગત પણ બચી શક્યુ નથી. માધ્યમિક શિક્ષકો ભોગ બની રહ્યાં છે. તેની સાથે હવે પ્રાથમિક શિક્ષકો પણ કોરોનાનો ભોગ બની રહ્યાં છે. જિલ્લામાં 16 થી 26 માર્ચ સુધીમાં 50 પ્રાથમિક શિક્ષકોને કોરોના થયો છે. જેમા સૌથી વધુ દેવગઢ બારીઆ તાલુકાના 17, દાહોદ તાલુકાના 12, લીમખેડા તાલુકાના 4, ઝાલોદ તાલુકાના 8 અને ધાનપુર, ફતેપુરા અને ગરબાડા તાલુકાના 3-3 શિક્ષકોનો સમાવેશ થાય છે.
Related News
રજૂઆત: સંજેલીમાં હોલસેલ વેપારીઓ દ્વારા પાન-પડીકીના સંગ્રહથી રોષ ફેલાયો
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલાRead More
કોરોના કાળ: 4 દિવસમાં દાહોદના 10 તબીબો સહિત 15 કર્મીઓ કોરોના પોઝિટિવ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલાRead More
Comments are Closed