કોરોના સંક્રમણ: દિલ્હીથી આવ્યા બાદ દાહોદ સાંસદની તબિયત બગડી, ટેસ્ટ કરાવતાં કોરોના પોઝિટિવ આવ્યા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar

પ્રતિકારત્મક તસ્વીર

  • 9મી સુધી પાર્લામેન્ટરી બોર્ડમાં હતાં : 3 દિવસ દિલ્હી લોકસભામાં પણ હાજરી આપી હતી

રાજ્યના મુખ્ય મંત્રી વિજય રૂપાણી પોઝિટિવ આવ્યા બાદ સંપર્કમાં આવેલા ઘણા લોકોના કોરોનાનો ટેસ્ટ કરાવતાં અન્ય કેટલાંક પણ પોઝિટિવ નીકળ્યા છે. દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોર પણ પોઝિટિવ આવતાં તેમને અમદાવાદ દાખલ કરવામાં આવ્યા છે. ગાંધીનગર અને દિલ્હી જ રહ્યા હોવાથી જિલ્લામાં અન્ય કોઇના સંપર્કમાં તેઓ આવ્યા હોય તેવું જાણવા મળ્યુ નથી.દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોરને કોરોના પોઝિટિવ આવતા તેમને અમદાવાદની યુ.એન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

જશવંતસિંહ પાર્લામેન્ટ્રી બોર્ડના સભ્ય હોવાને કારણે તેઓ 9મી તારીખ સુધી ગાંધીનગર જ હતાં. ત્યાર બાદ તેમણે દિલ્હી જઇને લોકસભામાં પણ હાજરી આપી હતી. પરત આવ્યા બાદ 13મી તારીખના રોજ જશવંતસિંહ ભાભોરની તબિયત ખરાબ જણાઇ હતી. જેથી અમદાવાદમાં કોરોનાનો રિપોર્ટ કરાવવામાં આવતાં તેઓ પોઝિટિવ આવ્યા હતાં. સતત ગાંધીનગર અને દિલ્હી રહ્યા હોવાથી તેઓ જિલ્લામાં કોઇ વ્યક્તિઓના સંપર્કમાં આવ્યા હોવાનું જાણવા મળ્યુ નથી.

દાહોદમાં 25 દિવસમાં કોરોનાના 25 જ કેસ નોંધાયા
ચૂંટણીની જાહેરાત થઇ તે તા.23-1-’21થી ઉમેદવારીપત્રો પરત ખેંચવાની અવધિ સુધીના 25 દિવસમાં દાહોદ જિલ્લામાં કુલ મળીને માત્ર 25 જ કેસ નોંધાયા છે. દાહોદમાં 1 માસમાં 26 તથા 30 જાન્યુ. અને 2,7,11,13 તથા 16 ફેબ્રુ.ના 7 દિવસોએ તો કોરોનાના શૂન્ય કેસ નોંધાયા છે. ગત તા.17 જાન્યુ.થી તા.16 ફેબ્રુ.ના એક માસમાં દાહોદ જિલ્લામાં કુલ મળીને 62 કેસ નોંધાયા છે. તો તા.1 થી 16 ફેબ્રુ.ના 16 દિવસમાં માત્ર 15 જ કેસ નોંધાયા છે. દાહોદ જિલ્લામાં કોરોનાના કેસમાં ચૂંટણીની જાહેરાત સાથે જ ઉલ્લેખનીય ઘટાડો નોંધાતા સામાન્ય લોકોમાં આનંદ છે.

તો હવે મોટાભાગના લોકો માસ્ક કે સોશિયલ ડિસ્ટન્સિંગ વિના જ બિન્ધાસ્ત ફરતા થયા છે. જો કે ખાનગી હોસ્પિટલાઓમાં સારવાર લેતા દર્દીઓ પૈકી અનેક લોકો હજુ કોરોનાગ્રસ્ત છે. જે પૈકીના એક યુવાનનું સોમવારે જ કોરોનાગ્રસ્ત હોઈ અવસાન થયું હોવાની માહિતી છે તો મંગળવારે જ દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોર પણ કોરોનાગ્રસ્ત થયા છે ત્યારે તંત્ર દ્વારા સાવચેતીના પગલા બાબતે થોડી કડકાઈ દાખવાય તે ઇચ્છનીય છે .






Related News

Comments are Closed

%d bloggers like this: