કોરોના સંક્રમણ: દાહોદમાં ‘ફેમિલી બન્ચિંગ પેટર્ન’ હેઠળ અનેક સંક્રમિત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar

પ્રતીકાત્મક તસ્વીર

  • હાલમાં આખા પરિવાર સંક્રમિત થવાની માહિતી મળે છે
  • અત્યારે આખા 13 પરિવાર કોરોના સામે ઝઝૂમી રહ્યા છે

દાહોદ ખાતે કોરોના બીજા તબક્કામાં “ફેમિલી બન્ચિંગ પેટર્ન’ તરીકે જાણીતી બનેલી સિસ્ટમ હેઠળ આખા ને આખા પરિવાર જ સંક્રમિત થતાં હોવાના અનેક કિસ્સા બન્યા છે. અગાઉ એકલદોકલને જ કોરોના લાગુ પડતો અને તે હોસ્પિટલમાં કે હોમ ક્વોરન્ટાઈન રહી સારવાર પામી ઘરે પરત આવી જતા. તે સમયે બાકીના પરિવારજનો ઉકાળા કે સોશિયલ ડિસ્ટન્સ જેવી સાવચેતી જાળવી કોરોનાથી બચી શકતા હતા.

પરંતુ, છેલ્લા એક મહિનાથી દાહોદ શહેર સહિત સમગ્ર જિલ્લામાં ફરીથી વ્યાપેલા કોરોનાના બીજા તબક્કામાં શહેરના જ અનેક આખા પરિવારો જ સંક્રમિત થયા હોવાની માહિતી મળી છે. દાહોદમાં “ફેમિલી બન્ચિંગ પેટર્ન”ના 13 કિસ્સા બન્યા છે. તો દાહોદના પૂર્વ નગરપ્રમુખ અને તેમના દિકરા બંને પણ કોરોનાગ્રસ્ત હોવાની માહિતી મળી છે.

દાહોદ જિલ્લામાં શનિવારે પણ કોરોના સંક્રમણના નવા 20 કેસ

Rtpcr ટેસ્ટના 149 સેમ્પલો પૈકી 18 અને રેપિડના 1208 સેમ્પલમાંથી 2 પોઝિટિવ

સતત વધતા કેસોની શ્રૃંખલા અંતર્ગત શનિવારના રોજ પણ દાહોદ જિલ્લામાં કોરોનાના નવા 20 કેસ નોંધાયા હતા. કોરોનાના કેસોએ ગતિએ પકડતાં જિલ્લાવાસીઓમાં ગભરાટ જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી દાહોદ શહેર અને જિલ્લામાં કોરોનાની વ્યાધિએ ફરીથી માથું ઉંચક્યું છે. ત્યારે પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લામાં તા.27 માર્ચ 2021ના રોજ Rtpcr ટેસ્ટના 149 સેમ્પલો પૈકી 18 પોઝિટીવ આવ્યા છે તો રેપીડના 1208 સેમ્પલો પૈકી 2 પોઝિટિવ નોંધાયા હતા.

શનિવારે નોંધાયેલા નવા 20 કેસ‌ પૈકી દાહોદ શહેરના 6, ધાનપુર અને સંજેલીના 3-3, દાહોદ ગ્રામ્ય અને ફતેપુરાના 2-2 ઝાલોદ અર્બન અને ગ્રામ્ય, દેવગઢ બારીયા અર્બન અને ગ્રામ્યના 1 -1 કેસ નોંધાયા હતા. આ સાથે જિલ્લામાં સાજા થયેલા 18 લોકોને ડિસ્ચાર્જ કરાતા હવે કોરાનાના એક્ટિવ કેસો 148 થયા છે.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: