કોરોના વેક્સિનેશન અભિયાન: દાહોદ જિલ્લામાં 3,19,637 લોકોએ કોરોના વેક્સિન લીધી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • પ્રાયોરિટી એજના 1,44,113 લોકોને વેક્સિન
  • વેક્સિન અપાવવા ચાલતું જનજાગૃતિ અભિયાન

કોરોના સામે વેક્સિન સૌથી વધુ અસરકારક શસ્ત્ર છે. સરકાર દ્વારા પણ વધુમાં વધુ લોકો વેક્સિન લઇને કોરોના સામે રક્ષણ મેળવે એ માટે જાગૃતિ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે ત્યારે દાહોદ જિલ્લામાં અત્યાર સુધીમાં 3,19,637 લોકોએ વેક્સિન લઇ લીધી છે.

જિલ્લામાં ગત તા.1 એપ્રીલથી 45થી વધુ ઉંમરના તમામ લોકોને વેક્સિન આપવાની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં અત્યાર સુધીમાં 1,47,170 લોકોએ વેક્સિનનો પ્રથમ ડોઝ લઇ લીધો છે. આ ઉપરાંત જેમને કોરોના સંક્રમણ લાગવાનો સૌથી વધુ ભય હોય છે અને જેમને કોરોના ગંભીર થવાની પણ વધુ શકયતાઓ છે તેવા 60થી વધુ ઉંમરના વડીલો અને 45કે તેથી વધુ ઉંમરના કોમોરબીડીટી ધરાવતા હોય તેવા પ્રાયરિટી એજ ગ્રુપના 1,44,113 લોકોએ વેક્સિનનો પ્રથમ ડોઝ લઇ લીધો છે. જયારે 1,01,749 લોકોએ વેક્સિનનો બીજો ડોઝ લઇ લીધો છે.

આ ઉંમરમર્યાદા ધરાવતા લોકોને વેક્સિનના લક્ષ્યાંક પ્રમાણે જોઇએ તો પ્રથમ ડોઝ 96.72 ટકા લોકોને અપાઇ ગયો છે, જયારે 70,60 ટકા લોકોએ બીજો ડોઝ લઇ લીધો છે. જે કર્મચારીઓ આરોગ્ય સેવાઓ સાથે સંકળાયેલા છે અને કોરોના દર્દીઓ સાથે પણ કામ કરવાનું થાય છે તેવા 12,688 ફ્રન્ટલાઇન હેલ્થ કેર વર્કસને પ્રથમ ડોઝ અને 12,683 લોકોને વેક્સિનનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત ફ્રન્ટલાઇન વર્કસ હોય તેવા 15,654 કર્મચારીઓને વેક્સિનના બંને ડોઝ આપવામાં આવ્યા છે. અત્યારે ગ્રામ્ય વિસ્તારમાં પણ કેસો મોટી સંખ્યામાં નોંધાઇ રહ્યાં હોય ગામડોઓમાં પણ વેક્સિન લેવા માટે જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.

ગામોના અગ્રણીઓ-આગેવાનો આ માટે નેતૃત્વ લઇને લોકજાગૃતિનું કાર્ય કરી રહ્યાં છે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની પ્રેરણાથી શરૂ કરવામાં આવેલું ‘મારૂ ગામ, કોરોનામુકત ગામ’ ને પણ વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે અને લોકો વેક્સિન માટે આગળ આવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: