કોરોના વિસ્ફોટ: દાહોદ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસોમાં વધારો થતા લોકોમાં ભય સાથે ફફડાટ, આજે ફરી નવા 34 કેસ નોંધાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ5 કલાક પહેલા

  • કૉપી લિંક
  • જિલ્લાની સરકારી હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ

દાહોદ જિલ્લામાં કોરોના કેસો વધતાં જિલ્લાવાસીઓમાં એક પ્રકારના ભય સાથે ફફડાટ ફેલાઈ રહ્યો છે. આજે એકસાથે 34 કોરોના પોઝિટિવ દર્દીઓનો વધુ સમાવેશ થતાં દાહોદ જિલ્લાની સરકારી હોસ્પિટલ ભરચક દર્દીઓ વચ્ચે ઉભરાઈ રહી છે. જિલ્લામાં અત્યાર સુધી કોરોનાનો કુલ આંકડો 3375ને પાર કરી ચુક્યો છે.

દાહોદ શહેર સહિત જિલ્લામાં કોરોના કેસો રોજેરોજ કુદકે ને ભુસકે વધી રહ્યાં છે. દાહોદ જિલ્લાના બજારોમાં જ્યાં જુઓ ત્યાં હાલ પણ ભારે ભીડભાડ જોવા મળી રહી છે. ત્યારે બીજી તરફ કોરોનાના પ્રકોપને કારણે દાહોદ જિલ્લાને અડીને આવેલ મધ્યપ્રદેશ અને રાજસ્થાનના દર્દીઓનો પણ દાહોદમાં રાફડો ફાટી રહ્યો છે. દાહોદની સરકારી હોસ્પિટલ તેમજ ખાનગી હોસ્પિટલોમાં અસંખ્ય કોરોના દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે.

આજે 34 કોરોના પોઝિટિવ દર્દીઓના આંકડા સામે આવતાં જિલ્લાવાસીઓ ધ્રુજી ઉઠ્યાં છે. આ 34 પૈકી દાહોદ અર્બનમાંથી 07, દાહોદ ગ્રામ્યમાંથી 02, ઝાલોદ અર્બનમાંથી 01, ઝાલોદ ગ્રામ્યમાંથી 08, દેવગઢ બારીઆ અર્બનમાંથી 01, દેવગઢ બારીઆ ગ્રામ્યમાંથી 04, લીમખેડામાંથી 03, સીંગવડમાંથી 01, ગરબાડામાંથી 02, ફતેપુરામાંથી 04 અને સંજેલીમાંથી 01 કેસનો સમાવેશ થાય છે. વધતાં કેસોની સામે રજા લેતો દર્દીઓના આંકડામાં પણ મહદ અંશે વધારો જોવા મળ્યો છે. આજે એકસાથે 18 દર્દીઓ સાજા થતાં તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. પરંતુ વધતાં કેસોની સામે એક્ટિવ કેસોની સંખ્યામાં તોતિંગ વધારો જોવા મળી રહ્યો છે. 238 દર્દીઓ હાલ સારવાર લઈ રહ્યાં છે. ત્યારે અત્યાર સુધી કુલ મૃત્યું આંક 111ને વટાવી ચુક્યો છે.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: