કોરોના રિ-ઈન્ફેક્ટેડ: દાહોદમાં કોરોના રિ-ઈન્ફેક્ટેડ થયો હોવાનો પ્રથમ કેસ નોંધાયો, એપ્રિલમાં પોઝિટિવ આરોગ્યકર્મી નવ માસે પુન: સંક્રમિત થયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ40 મિનિટ પહેલા

  • કૉપી લિંક

દાહોદમાં ખુલ્લા મોઢે ફરનારાના રેપીડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

દાહોદ ખાતે અગાઉ કોરોના પોઝિટિવ જાહેર થયા બાદ રિ- ઈન્ફેકશન થતા ફરીથી તે વ્યક્તિ, જિલ્લાના પ્રથમ રિ- ઈન્ફેક્ટેડ કોરોના પોઝિટિવ જાહેર થયા છે. તા.8.4.’20 ના રોજ મુસ્કાન કુંજડા નામે 9 વર્ષીય બાળકીને કોરોના પોઝિટિવ આવ્યો ત્યારે ગભરાયેલી બાળકીને હાથ આપીને એમ્બ્યુલન્સમાં બેસાડવાની મદદ કરનાર લીમડીના આરોગ્યકર્મીને પણ બાદમાં લક્ષણો જોવાતા ટેસ્ટ બાદ તે પણ કોરોના પોઝિટિવ જાહેર થયા હતા.

એપ્રિલમાં કોરોનાથી સંક્રમિત થયેલ આરોગ્ય કર્મી સારવાર બાદ સ્વસ્થ થઇ ફરજ ઉપર પાછા ફર્યા હતા. પરંતુ આશરે નવ મહિનાનો સમયગાળો થયો ત્યારે તેમને ફરીથી કોરોનાના લક્ષણો જણાતા તેઓએ કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં તેમનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતા.

માસ્ક વિનાના 25માંથી 1 પોઝિટિવ જાહેર
દાહોદમાં દાહોદ આરોગ્ય વિભાગ દ્વારા ચાલતી કાર્યવાહી અંતર્ગત મંગળવારે તાલુકા પંચાયત વિસ્તારમાં ચેકીંગ હાથ ધરીને માસ્ક વિના ખુલ્લા મોઢે ફરતા લોકોને પકડીને ઉપર જ રેપીડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. દાહોદ સી.ડી.એચ.ઓ. ડો.આર.ડી. પહાડીયાની સુચના અનુસાર તાલુકા બ્લોક હેલ્થ ઓફિસર ડો ભગીરથ બામણીયા માર્ગદર્શનમાં બ્લોક સુપરવાઇઝર રમેશભાઈ કથોટા સહિતની ટીમે તા.22-12-’20 ના રોજ ચેકીંગ કરી માસ્ક વિના ફરતા 25 લોકોને ઝડપીને સ્થળ ઉપર જ એમ્બ્યુલન્સમાં રેપીડ ટેસ્ટ કર્યો હતો.

માસ્ક વિના ઝડપાયેલા વ્યક્તિઓ પૈકી એક વ્યક્તિનો રેપિડ ટેસ્ટ પોઝિટિવ આવતા ખળભળાટ મચી ગયો હતો. બાદમાં તેને સત્વરે ઝાયડસ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો છે. તો બાકીના 24 જણાના લોકોના રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રએ હાશકારો લીધો હતો.

જિલ્લામાં નવા 17 કોરોના સંક્રમિતો
દાહોદ જિલ્લામાં મંગળવારે કોરોનાના નવા 17 કેસ નોંધાયા હતા.Rtpcr ટેસ્ટના 218 સેમ્પલો પૈકી 14 અને રેપીડના 630 સેમ્પલો પૈકી 3 દર્દીઓ પોઝિટિવ આવ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર આ કેસમાં દાહોદ શહેરના 11, દાહોદ ગ્રામ્યના અને દેવગઢ બારીયા અર્બનના 2 -2 અને લીમખેડાતથા સીંગવડના 1-1 કોરોનાગ્રસ્ત હોવાનું નોંધાયું હતું. આ સાથે મંગળવારે દાહોદ જિલ્લાના કોરોનાગ્રસ્ત દર્દીઓ પૈકી 16 લોકોને સાજા થઇ જતાં ડિસ્ચાર્જ આપી દેવાયું છે. હવે કોરાનાના એક્ટિવ કેસોની સંખ્યા 130 થવા પામી છે.


Related News

Comments are Closed

%d bloggers like this: