કોરોના રસીકરણ: દાહોદમાં 1 એપ્રિલથી 45 કે તેથી વધુ વયના લોકોને રસી અપાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક

રાજ્યમાં આગામી 1 એપ્રિલ, 2021થી 45થી વધુ વયના તમામ લોકોના કોવિડ વેક્સિનેશનની શરૂઆત થવાની છે. ત્યારે દાહોદ જિલ્લામાં પણ 1 એપ્રિલથી આ વયના તમામ લોકો કોરોનાની રસી લઇ શકશે. આ માટે કોમોર્બિડના હોવાના પ્રમાણપત્રની જરૂરત નથી તેમ કલેક્ટરે જણાવ્યું છે.

તેમણે જણાવ્યું કે, તા. 1 એપ્રિલ, 2021થી 45 થી 59 વયજૂથના તમામ લોકોને કોવિડ રસીકરણની શરૂઆત થઇ રહી છે. ખાસ કરીને 45 કે તેથી વધુ વયના વ્યક્તિઓને આ માટે અગાઉ કોમોર્બીડ હોવાના સર્ટિફીકેટની જરૂર પડતી હતી. તે સર્ટિફીકેટ હવે જરૂરી નથી. આ વયજૂથના તમામ લોકો કોરોનાની રસીનો લાભ લઇ શકશે. દાહોદ જિલ્લામાં જયાં રસીકરણ કરવામાં આવી રહ્યું છે, દાહોદની ઝાયડસ હોસ્પિટલ કે પબ્લીક હેલ્થ સેન્ટર કે સબસેન્ટર જે નક્કી કરવામાં આવશે ત્યાં રસીકરણની શરૂઆત કરવામાં આવશે.

આ માટે કોવિડના પોર્ટલ પર રજીસ્ટ્રેશન પણ આગામી 1 એપ્રિલથી શરૂ કરવામાં આવશે. માટે આ વયજૂથના તમામ લોકોએ ઝડપથી કોરોનાની રસીનો લાભ લેવો જોઇએ. અત્યારે દાહોદમાં રસીકરણ ઝુંબેશ ચાલી રહી છે ત્યારે દાહોદ જિલ્લામાં જેમનાં કેસો વધુ આવી રહ્યાં છે. જે સુપર સ્પ્રેડર કેટેગરીમાં આવે છે. જેઓ મેડીકલ સ્ટોર ચલાવે છે, શાકભાજીની દુકાન, ઓટોરિક્ષા ચલાવતા, કરિયાણાંની દુકાન, કાપડ કે જવેલર્સની દુકાન કે બેન્ક, ટપાલ ખાતું કે અન્ય કોઇ પણ સરકારી ઓફિસોમાં કામ કરી રહ્યાં છે. તેમાંથી ઘણાં લોકો પોઝિટિવ આવે છે અને કોરોના થવાની મોટી શક્યતા છે તે તમામ લોકો જેમની ઉંમર 45 કે તેથી વધુ હોય તેઓ સત્વરે આ રસીકરણનો લાભ લઇ લે.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: