કોરોના મહામારી: દાહોદના સ્મશાનમાં ગુરુવારે સાંજ સુધીમાં 31ના અગ્નિસંસ્કાર સંપન્ન
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ6 કલાક પહેલા
- કૉપી લિંક
- દાતાઓના સહયોગથી લાકડા સહિતના ખાંપણનો સામાન હવેથી નિઃશુલ્ક અપાશે
દાહોદમાં કોરોના કાળમાં હિંદુ સાર્વજનિક સ્મશાન સંસ્થા ખાતે છેલ્લા એક મહિનાથી દરરોજ 25 થી વધારે લાશની અંતિમવિધિ યોજાય છે. દાહોદના હિંદુ સ્મશાન ખાતે વિવિધ હિંદુ સંગઠનો દ્વારા છેલ્લા કેટલાક દિવસથી દાહોદ શહેર સહિત જિલ્લાના સારવાર પામતા કોરોનાગ્રસ્તોની લાશની અંતિમવિધિ યોજાય છે.
ત્યારે આ સેવાકર્મને ધ્યાને લઇને કેટલાક દાતાઓ તરફથી અને સરકાર તરફથી હવેથી લાકડા નિ:શુલ્ક ધોરણે આપવાની જાહેરાત કરવામાં આવી છે. જે અંતર્ગત હવેથી હિંદુ સંગઠનો અત્રે આવતી તમામ લાશની અંતિમવિધિ માટે લાકડા સહિત ઘી, કપૂર, સરસિયું, રાળ જેવી ખાંપણના સામાનની સામગ્રી પણ દાતાઓના સૌજન્યથી નિ:શુલ્ક આપી તમામ મૃતદેહોની અંતિમ વિધિ તદ્દન નિ:શુલ્ક કરશે તેવી જાહેરાત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ગુરુવારે સાંજે છ વાગ્યા સુધીમાં દાહોદના હિંદુ સ્મશાન ઘાટ ખાતે કુલ મળીને 31 વધુ લાશોની અંતિમ વિધિ સંપન્ન થવા પામી હતી.
દાહોદ જિલ્લામાં કોરોનાના નવા 120 દર્દી સાથે એક જ સપ્તાહમાં 887 કેસ નોંધાયા
દાહોદ જિલ્લામાં ગુરુવારે કોરોનાના નવા 120 કેસ નોંધાયા હતા. દાહોદ જિલ્લામાં ગુરુવારે Rtpcr ટેસ્ટના 1315 સેમ્પલો પૈકી 84 અને રેપિડના 1840 સેમ્પલો પૈકી 36 સંક્રમિત હોવાનું નોંધાયું હતો. દાહોદ જિલ્લામાં નોંધાયેલ નવા કેસ પૈકી દાહોદ શહેરના 19, દાહોદ ગ્રામ્યના 26, ઝાલોદ અર્બન 7, ઝાલોદ ગ્રામ્ય 23, દે.બારિયા અર્બન 2, દે.બારિયા ગ્રામ્ય 4, લીમખેડા 3, સીંગવડ 1, ગરબાડા 3, ધાનપુર 2, ફતેપુરા 4 અને સંજેલીના 2 નવા સંક્રમિતો નોંધાયા હતા. આ સાથે જિલ્લામાં સાજા થયેલા 79 લોકોને ડિસ્ચાર્જ કરાયા બાદ હવે એક્ટિવ કેસોની સંખ્યા 848 થઇ છે. વધુ 9 દર્દીઓના મૃત્યુ નોંધાતા હવે કુલ 233 કોરોનાગ્રસ્તોના મૃત્યુ નોંધાયા છે.
અર્બન હોસ્પિટલના પ્રમુખ સંદીપ શેઠના જણાવ્યા અનુસાર દાહોદની આરોગ્ય મંડળ અને સંશોધન કેન્દ્ર સંચાલિત અર્બન હોસ્પિટલ ખાતે તા.5થી 29 એપ્રિલ સુધીના 24 દિવસમાં કુલ 288 કોરોનાગ્રસ્તો અત્રે દાખલ થયા છે. જે પૈકી 76 હાલમાં સારવાર પામી રહ્યાં છે તો માત્ર 2 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. અને બાકીના 210 સાજા થયા છે. હોસ્પિટલના તબીબ ડો. અમિત શુક્લ અને તેમની ટીમના માર્ગદર્શનમાં દર્દીઓ માટે રસ લઇ જહેમત ઉઠાવે છે. જેને લઈને આ કુલ મળીને 288 પૈકી માત્ર 2 જ મૃત્યુ નોંધાયા છે.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed