કોરોના બેકાબૂ: દાહોદ જિલ્લામાં શુક્રવારે નવા 11 કોરોના સંક્રમિત નોંધાયા
દાહોદ2 કલાક પહેલા
- કૉપી લિંક
- કોરાનાના એક્ટિવ કેસોની સંખ્યા 46 થવા પામી
દાહોદ જિલ્લામાં દિવાળી પૂર્વે એકસાથે 11 કેસ નવા નોંધાતા શહેર સહિત જિલ્લામાં ગભરાટ ફેલાયો છે. તાલુકાના 9 સહિત ઝાલોદ તથા ફતેપુરાના 1 -1 દર્દીઓ કોરોનાગ્રસ્ત હોવાનું નોંધાયું હતું. ટેસ્ટના 264 સેમ્પલો પૈકી 3 અને રેપીડના 1434 સેમ્પલો પૈકી 8 દર્દીઓ પોઝિટિવ આવ્યા હતા. આ સાથે શુક્રવારે દાહોદ જિલ્લાના કોરોનાગ્રસ્ત દર્દીઓ પૈકી સાજા થઈ ચુકેલા વધુ 5 લોકોને ડિસ્ચાર્જ આપી દેવાયું છે. હવે જિલ્લામાં કોરાનાના એક્ટિવ કેસોની સંખ્યા 46 થઇ છે. ઉલ્લેખનીય છે કે તા.8-10ના રોજ આવેલ 15 કેસ બાદ જિલ્લામાં કેસોની સંખ્યામાં ઘટાડો થયો હતો ત્યારે લગભગ એક માસ બાદ ફરી એકવાર બે આંકડામાં કોરોના સંક્રમિતો નોંધાતા ખાસ કરીને શહેરીજનોમાં ગભરાટ ફેલાયો હતો. દિવાળી નજીકમાં છે ત્યારે કેસની સંખ્યા દરરોજ ઘટતી જતી હોઈ લોકોમાં રાહતની લાગણી વ્યાપી હતી.અચાનક જ શુક્રવારે ફરીથી 11 કેસ આવતા અનેક લોકો નિશ્ચિત બની બેફિકરાઈથી હરવા-ફરવામાં કોઈ કમી નથી રાખતા તો સાથે દિવાળી ટાણે દર વર્ષની માફક અન્યત્ર સેટ થયેલા લોકો મોટી સંખ્યામાં આવશે અને સાથે સાથે તે સમયે ઠંડીનું જોર પણ વધશે ત્યારે તો દાહોદમાં હજુ કોરોના ફેલાશે કે શું તેવી ચર્ચાઓએ જન્મ લીધો છે.
Related News
કાર્યવાહી: ધાનપુરના ઘોડાઝરમાં બે લગ્નોમાં કલેક્ટરના જાહેરનામાનો ભંગ થતા પોલીસે છ જણા વિરૂદ્ધ ગુનો નોંધ્યો
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ4 કલાક પહેલાRead More
અકસ્માત: ઝાલોદથી પુત્રને મળવા દાહોદ આવેલી મહિલાને કાળ ભરખી ગયો, ટ્રેનની ફાટક ક્રોસ કરતાં માલગાડીની અડફેટે આવી જતા…
Gujarati News Local Gujarat Dahod The Woman Who Came To Dahod To Meet Her SonRead More
Comments are Closed