કોરોના: દાહોદની શ્રી રામ કો.ઓ.ક્રેડીટ સોસાયટીના 6 કર્મચારીઓને કોરોના પોઝિટિવ, સળંગ પાંચ દિવસ બેંક બંધ રહેશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar

પ્રતિકાત્મક તસવીર

  • કેટલાય લોકો સંપર્કમાં આવ્યા હોવાની આશંકા
  • ૩૦મી માર્ચથી રાબેતા મુજબ બેંક ફરી ધમધમતી થશે

દાહોદ જિલ્લામાં વધતાં કોરોના સંક્રમણના કેસોને પગલે જિલ્લાવાસીઓ ચિંતામાં મુકાયાં છે. ત્યારે અગાઉ શાળાઓ, કોલેજોમાં શિક્ષકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં બાદ હવે કોરોનાએ બેંકોમાં પોતાનો પગપેસારો કરતાં ચકચાર મચી જવા પામી છે. દાહોદની શ્રીરામ કો.ઓ.ક્રેડીટ સોસાયટીના 6 કર્મચારીઓને કોરોના પોઝિટિવ આવતાં બેન્ક આલમમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આ બેંકમાં કોરોનાનો પગ પેસારો થતાં આગામી 25 અને 26 એમ બે દિવસ બેન્કો બંધ રાખવાનો બેન્ક સત્તાધિશો દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ, દાહોદ શહેરમાં આવેલ શ્રીરામ કો.ઓ.ક્રેડીટ સોસાયટીના 06 કર્મચારીઓને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સામાન્ય નાગરીક તેમજ સભાસદોના આરોગ્યના હિતમાં સોસાયટી બેંકની બેન્કીંગ કામગીરી તારીખ ૨૫ અને ૨૬મી માર્ચ ગુરૂવાર અને શુક્રવાર એમ બે દિવસ બેંકનું કામકાજ બંધ કરી દેવામાં આવી છે ત્યારે તારીખ 27મીએ ચોથો શનિવાર અને 28મીએ રવિવાર તેમજ 29મીએ હોળીનો તહેવારો હોવાથી આ ત્રણ દિવસ પણ બેંકો બંધ રહેતા કુલ 05 દિવસ આ બેંક પણ બંધ રહેશે. જ્યારે તારીખ ૩૦મી માર્ચથી રાબેતા મુજબ બેંક ફરી ધમધમતી થશે. ત્યારે આ બેંકના કર્મચારીઓ કોરોનામાં સપડાતાં આરોગ્ય તંત્રની ટીમ દ્વારા સમગ્ર બેન્કમાં તેમજ બેંક બહાર સેનેટરાઈઝર ઝંટકાવ સહિતની કામગીરી આરંભ કરી દેવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: